Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નજીક નેશનલ હાઈવે પર બાઈક પરથી પટકાતા 3 યુવાનના મોત, શરીરના ફુરચેફુરચા ઉડ્યા

Share

બાઈક અકસ્માતમાં 3 યુવાનના મોત થતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો

અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોએ હેલ્મેટ પહેર્યા નહોતા, પોલીસે તપાસ શરૂ કરી

Advertisement

કરજણ તાલુકાના કંડારી ગામ પાસે નેશનલ હાઇવે પર બાઈક પરથી નીચે પટકાતા 3 યુવાનના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે અકસ્માતનો ભોગ બનેલા 3 યુવાનો જે બાઈક ઉપર જઇ રહ્યા હતા. તે બાઈકને કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી, જોકે ત્રણેય યુવાનનોના બાઈક પરથી પટકાતા મૃત્યું થયા છે કે પછી કોઇ અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યા છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવી જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને 108 એમ્બ્યુલન્સને બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે.

અજય માધાભાઈ કટારા(ઉ.22) (રહે, ઇટોલા ગામ, વડોદરા) નિકુંજ ઘનશ્યામભાઈ વસાવા(ઉ.25), (રહે, ઠીકરીયા ગામ, પાદરા, વડોદરા) વિશાલ નારણભાઈ વસાવા(ઉ.22), (રહે, ઠીકરીયા ગામ, પાદરા, વડોદરા)


Share

Related posts

ભરૂચ : ગણેશ સુગરનાં ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંદીપ માંગરોલાએ રેલથી થયેલ નુકસાન અંગે ગુજરાત સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કરેલ છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં લોકડાઉન વચ્ચે રાજપીપળાની શાળા દ્વારા આપવામાં આવતું ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ બન્યું.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીનાં પગલે ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જાણો શું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!