Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત બંધને પગલે કરજણમાં કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત.

Share

ભરૂચ વડોદરા જિલ્લામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પોલીસ તંત્રને સ્ટેન્ડ ટુ કરાયું. કરજણ ખાતે દુકાનો શોપિંગ સેન્ટરોએ બંધ પાડ્યું હતું.

આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈ રાજ્યમાં ૧૪૪ મી કલમ લાગુ કરી દેવામાં આવી છે આ જાહેરાતના પગલે કરજણ પોલીસ દ્વારા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ઉપ પંચાયતના પ્રમુખ મુબારક પટેલ કરજણ ખાતે કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસના સમર્થનમાં અનશન ઉપર બેસવા માટે હોદેદ્દેરો કાર્યકરો સાથે નીકળ્યા હતા. તે સમયે સર્કિટ હાઉસથી કોર્ટ સુધી પહોંચતા કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીન, ભાસ્કર ભાઈ ભટ્ટ, વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નીલા બેન ઉપાધ્યાય તેમજ નીરૂબેન વકીલ, કોંગ્રેસના શૈલેષભાઈ પરમાર, અભિષેક ભાઈ ભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુબારક પટેલ, કિરીટ સિંહ જાડેજાની સરકારના જાહેરનામા ભંગ બદલ પોલીસે ધરપકડ કરી હતી.

કરજણ ખાતે કોંગ્રેસના કાર્યકરો સહિત લોકોએ મોટી સંખ્યામાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને ટેકો આપ્યો હતો.કરજણમાં વેપાર ધંધાઓ બંધ હતાં. મોટા ભાગના શોપિંગ સેન્ટરો બજારોમાં દુકાનોએ બંધ પાડ્યું હતું. કોંગ્રેસ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સાથે પાલેજમાં ભારત બંધના એલાનના પગલે સવારથી બજારો રાબેતા મુજબ ખુલી ગયેલા જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પણ વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ હતો.

Advertisement

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

નડીયાદ : ઠાસરા પાસે જમીનમાં ખાડો ખોદી મોટી માત્રામાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ભારતીય કંપનીઓ વધુ સારા રિસ્ક હેન્ડલિંગ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરી આગળ વધે છે: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023

ProudOfGujarat

સ્વ. અહેમદ પટેલની જન્મજયંતી નિમિત્તે ભરૂચ જીલ્લામાં અલગ-અલગ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!