બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબ ના નિર્વાણ દિન નિમિત્તે કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા. 6 ડિસેમ્બર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પરી નિર્વાણ દિન ની ઉજવણી સમગ્ર દેશમાં રાજ્ય છે. જે અંતર્ગત નિમિત્તે મૂળનિવાસી એકતા મંચના એડવોકેટ મિનેશ પરમારની સુચના અનુસાર મૂળનિવાસી એકતા મંચ ના કાર્યકરો બહુજન રિપબ્લિક શોષ્યાલિસ્ટ પાર્ટીના કાર્યકરો તથા કરજણ તાલુકાના આંબેડકરવાદી નાગરિકો દ્વારા ભારતના બંધારણનું આમુખ વાંચીને તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નારા બોલાવીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બાબા સાહેબ આંબેડકરે સમાજના ગરીબ અને વંચિત લોકો માટે કરેલા કાર્યની ચર્ચા કરી હતી. સમાજમાં બંધારણનો પ્રસાર થાય તે માટે ચર્ચા કરી સમાજમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાથી લોકો અવગત થાય અને સમાજ આગળ વધે તે માટે સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમા ઉપસ્થિતોએ બાબા સાહેબના નામે વચન લઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી અને જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે આંબેડકરી રથને આગળ વધારતા રહીશું એવી પ્રતિજ્ઞા લીધી હતી.
બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબના નિર્વાણ દિન નિમિત્તે કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.
Advertisement