Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

કરજણના જૂના બજાર તળાવની બાજુમાં વેરાઇ માતાના મંદિરના કમ્પાઉન્ડમાં જુગાર રમતા સાત  ખાનદાની નબીરાઓ ઝડપાયા

Share

કરજણ નગરના જુના બજાર વિસ્તારમાં આવેલા તળાવની બાજુમાં આવેલા વેરાઇ માતાના મંદિરના દિવાલની આડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ખાનદાન કુટુંબના નબીરાઓને પોલીસે ઝડપી પાડતા સમગ્ર મુદ્દો કરજણ નગરમાં ટોક અપ ધ ટાઉન બનવા પામ્યો છે.પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલા વેરાઇ માતાના મંદિરના દિવાલની આડમાં જુગાર રમાઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે કરજણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ.રાણા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી છાપો મારતા જુગાર રમતા મહેશભાઇ નટવરસિંહ ચાવડા, મૌલિક પ્રફુલ્લ પટેલ, ભરતસિંહ રણજીતસિંહ પઢિયાર, સંજય કાંતિ પટેલ, ગુલામ હસન મન્સુરી, જીતેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા તેમજ પૃથ્વીસિંહ દિલીપસિંહ અટાલીયા તમામ રહે. કરજણ નાઓની ધરપકડ કરી તેઓની અંગઝડતીના રૂપિયા ૧,૩૩,૮૦૦ દાવ પરના ૧૯,૪૦૦ મોબાઇલ નંગ -૬- ૫૦,૫૦૦ મોટરસાયકલ ૩, એક્ટિવા ૨ તથા એક વેગેનાર ગાડી મળી કુલ રૂપિયા ૬,૦૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા તમામ વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં સાતેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિતેશ પટેલ :- પોર

Advertisement

Share

Related posts

લીંબડી સરવરીયા હનુમાન ચોક ખાતે અજાણ્યા ઇસમે બે વ્યક્તિને છરીના ઘા ઝીંકી ફરાર.

ProudOfGujarat

શ્રી મારૂતિ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ ડી.એસ.પી ને આભારપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

લુપીન લિમિટેડનાં ડી.એમ.ગાંધીને ભારત રત્ન ડૉ. APJ અબ્દુલ કલામ એક્સેલેન્સ અવોર્ડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!