કરજણ તાલુકામાં ધામણજા ગામે મોટા ફળિયામાં આવેલા બે રહેઠાણોમાં તારીખ બીજીની મોડી રાત્રીનાં કોઈ ચોરે ઘરમાં પ્રવેશી તિજોરી ખોલી ચોરી કરી સોનાના દાગીના રોકડા રૂપિયા મળી બે ઘરમાંથી ૩ લાખ એક હજારની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના બની હતી.
કરજણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કરજણ તાલુકાનાં ઘામણજા ગામમાં વડ ફળિયામાં રહેતા જ સંજય સિંહ બળવંત સિંહ રાઠોડ ખેતી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. દરમિયાન તારીખ બીજીએ તેઓ રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયાં હતાં દરમિયાન રાત્રે 11:45 કલાકથી સવારનાં છ વાગ્યા સુધીમાં અજાણ્યા ચોર ઈસમોએ તેઓના ઘરના પાછળની જાળી ખોલી ઘરમાં પ્રવેશે કરી તિજોરીની ચાવી વડે તિજોરી ખોલી અંદર સોનાના દાગીનાની કિંમત આશરે બે લાખ વીસ હજાર તેમજ રોકડ છ હજારની ચોરી કરી હતી અને બાજુના મોટા ફળિયામાં રહેતા જશવંતસિંહ રાયસિંહ રાઠોડનાં ઘરના આગળનો દરવાજો ખોલી તિજોરીમાં મુકેલા સોનાની વીંટી નગ ૩ દોઢ તોલાની કિંમત ૪૫ હજાર, કાનની બુટ્ટી નંગ ૧, એક તોલાની કિંમત ૩૦,૦૦૦ મળી બે ઘરમાં પ્રવેશી તિજોરી ખોલી ચોરી કરી ૩લાખ એક હજારની માલ મત્તા લઇ ગયેલ હોય કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ