નારેશ્વર ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ રંગવધૂત મંદિર કોરોનાની બીજી લહેરનાં કારણે મંદિર સંચાલકો દ્વારા અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા ભાવિક ભકતો વિના મંદિર સુનું ભાસી રહ્યું છે.
હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી કોરોના મહમારીની બીજી લહેરનાં પગલે ગુજરાતનાં ચાર મોટા શહેરોમાં સરકાર દ્વારા રાત્રીના કરફયુ જાહેર કરાયો છે. તો બીજી તરફ કોરોના મહામારીનાં પગલે સાવચેતીનાં ભાગરૂપે કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે નારેશ્વર સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ રંગ અવધૂત મહારાજનું મંદિર ગત તારીખ ૨૭ મી નવેમ્બરથી સંચાલકો દ્વારા ભક્તોના દર્શન માટે બંધ કરાયું છે.
મીડિયા ટીમ દ્વારા રવિવારનાં રોજ નારેશ્વર ખાતે આવેલા યાત્રાધામની મુલાકાત લેતા મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ નજરે પડયો હતો. તો મંદિરની અંદર આવેલા કાર્યાલયની બહાર નોટીસ બોર્ડ પર મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશેની સૂચના જોવા મળી હતી. તો બીજી તરફ મંદિરની આસપાસ આવેલી દુકાનો તો ખુલ્લી જોવા મળી હતી. પરંતુ ખૂબ જ જૂજ સંખ્યામાં શ્રદ્ધાળુઓ નજરે પડયા હતા.
વાર તહેવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઉભરાતું મદિર ભકતો વિના સુનું ભાસી રહ્યું હતું. માત્ર એકલદોકલ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. નારેશ્વર પાસેથી ખળખળ વહેતી નર્મદા નદીની મુલાકાત લેતા કાયમ ભીડ ઉભરાતી હતી, કિનારો તેમજ નદી કિનારા પાસે આવેલી દુકાનો પર ખૂબ જ ઓછી ભીડ જોવા મળી હતી. આમ નારેશ્વર ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર મંદિર કોરોના મહામારીના પગલે સાવચેતીનાં ભાગરૂપે સંચાલકો દ્વારા અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા સદા ભાવિક ભકતોના ધસારાથી ઉભરાતું મંદિર સુમસાન ભાસી રહ્યું છે.
યાકુબ પટેલ : કરજણ
ભરૂચ : કરજણ તાલુકાનાં નારેશ્વર ખાતે આવેલ રંગ અવધૂત મંદિરમાં કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા ભકતો વિના મંદિર સુનું ભાસી રહ્યું છે…
Advertisement