આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે રવિવારના રોજ કરજણ તાલુકાના કંડારી સ્થિત માનવ કેન્દ્ર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરાયું હતું. સી આર પાટીલે મિડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કરજણ બેઠક પર જે રીતે કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. તે ઘણા જ ઉત્સાહમાં છે.
ગતરાત્રીના કાર્યકર્તાઓ સાથે ટેલીફોનીક વાતચીત થઇ હતી. કરજણ બેઠક માટે તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જે નારાજગી છે એ જોતા કોંગ્રેસની નાવ ડૂબી રહી છે. એ માટે કોંગ્રેસના ધારાસભયો પક્ષ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જે સમયે ચીમનભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા સમયે ખરીદ વેચાણની સ્થિતિ હતી તે કોંગ્રેસની છે. એમ તેઓએ જણાવ્યું હતું.
ભાજપમાં આવતા પહેલા લોકો સમક્ષ જવું પડે છે. ખરીદ વેચાણ ભાજપમાં નથી ચાલતું. હવે પછી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ નહીં મળે. એક પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તે મારા પ્રદેશ પ્રમુખ બનતા પહેલા આવ્યા છે. રાજયસરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસના કામના મુદ્દાઓ સાથે પ્રજા વચ્ચે જઇશું એમ તેઓએ જણાવ્યું હતું.
કરજણ તાલુકાના કંડારી માનવ કેન્દ્ર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરી હતી, જેમાં ધારા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement