મુળ નિવાસી એકતા મંચનાં અપક્ષ ઉમેદવારની રેલી-સભા બાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું. કરજણ શિનોર વિધાનસભાની ચૂંટણીનાં પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ઉમેદવારોની જાહેરાતો થઈ ગયાં બાદ મુળ નિવાસી એકતા મંચ તરફથી અપક્ષ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વખતે કોરોના નિયમોનું પાલન કરવાનું હોવાથી ચૂંટણી અનોખી બની રહેશે. કરજણ પ્રાંત ઓફિસ ખાતે શુક્રવારનાં રોજ અપક્ષ ઉમેદવાર નરેશભાઈ વણકરએ મુળ નિવાસી એકતા મંચના અગ્રણીઓ તથા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
કરજણ શિનોર વિધાનસભાની બેઠક માટે શુક્રવારે કરજણ નજીક આવેલ ૐ શાંતિ બાગ ખાતે અપક્ષ ઉમેદવારે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. રેલી કાઢીને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે મુળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, રાજુભાઈ, અનિલભાઈ, રસીકભાઈ તથા કરજણ તાલુકાના સરપંચ તથા સમાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. તથા સોશ્યલ ડિસ્ટનસ સાથે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
કરજણ બેઠક માટે અપક્ષ ઉમેદવારે નોંધાવી દાવેદારી.
Advertisement