રોકડા નાણા અંગઝડતીના તેમજ દાવ પરના નણા ઝડપી તેમજ મોટરરસાઈકલ મળી કુલ ૭૨ હજાર કરતા વધુની મતા જપ્ત..
ઝડપાયેલા ૫ ખાનદાન નબીરાઓ…
ભરૂચ જીલ્લામાં અવાર-નવાર પોલીસ તંત્ર દ્વારા જુગારની બદી સામે લાલ આંખ કરવામાં આવે છે. તાજેતરમાં જ વાગરા તાલુકાના દહેજ વિસ્તાર માંથી જુગારીયાઓને જડપી પાડ્યા બાદ તા. ૩૦/૯/૧૮ ના રોજ સાંજે ૭ વાગ્યાના સુમારે કરજણ ગામની સીમમાં ૫ જેટલા જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા જે પૈકીના કેટક્લાક ખાનદાન ઘરના નબીરાઓ હોવાનુ જાણવા મળેલ છે. આ બનાવની વિગત જોતા નબીપુર પોલીસ સ્ટેશનના ખાતે ફરીયાદી દિનેશ હરિસિંગ ની ફરીયાદ મુજબ કરજણ ગામની સીમમાં સાંજે ૭ વાગ્યે પાના પત્તા વડે હાર જીત નો જુગાર રમાઈ રહ્યો હતો. ઝડપાયેલા જુગારીઓમાં કલ્પેશ નટવર ભાઈ રાણા રહે. ગાયત્રી નગર ભરૂચ. વિરેંદ્રસિંગ રાજેન્દ્રસિંગ ચૌહાણ રહે. જલારામ સોસાયટી ભોલાવ, મેહુલ રમણ રાણા રહે. જલારામ સોસાયટી ભોલાવ, સોમાભાઈ મનસુખભાઈ વસાવા રહે. ડી.એસ.પી ઓફીસ સામે તેમજ રમેશ ચીમનભાઇ પટેલ રહે. નર્મદાદર્શન સોસાયટી ભરૂચ જુગાર રમતા ઝડપાયા હતા.જુગારના સાધનો તથા અંગજડતી તથા દાવ પરના રૂ. ૪,૫૭૦/- મોટર સાઈકલ કિ. ૬૬ હજાર મોબાઈલ મળી કુલ રૂપિયા ૭૨ હજાર ૭૦ ની મતા જપ્ત કરી નબીપુરના એ.એસ.આઈ કનુઅભાઈએ તપાસ નો આરંભ કરેલ છે.