Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ મામલતદાર કચેરીમાંથી ખોટું સોગંદનામું કરી સામાજિક તેમજ શૈક્ષણિક પછાત તરીકેનું પ્રમાણપત્ર મેળવનાર કરજણનાં એક ઈસમ સામે નાયબ મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે.

Share

પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગત મુજબ એમ છે કરજણનાં એક જાગૃત નાગરિક મેહબુબખાન અકબરખાન પઠાણે ૨૨ માર્ચ ૨૦૧૬ નાં રોજ જિલ્લા કલેકટરશ્રી વડોદરાને અરજી દ્વારા રજુઆત કરેલી કે કરજણ નગરપાલિકાની તારીખ ૨૯/૧૧/૨૦૧૫ નાં રોજ થયેલ ચૂંટણીમાં ઉમેદવાર શ્રી કમાલ ખાન સુમાર ખાન જામોટે ખોટી રીતે જાતિનું પ્રમાણપત્ર મેળવીને લાભ મેળવેલ છે.જિલ્લા કલેકટરશ્રીએ આ અંગે આગળનો નિર્ણય લેવા નિયામક શ્રી વિકસિત જાતિ અને કલ્યાણ વિભાગ ગાંધીનગરને દરખાસ્ત મોકલી હતી.આ વિભાગે આગળનો નિર્ણય લેવા સારું વિષલેષણ સમિતિની રચના કરવામાં આવી હતી .આ અંગે તપાસ હાથ ધરી જાતિ પ્રમાણપત્રનું રેકોર્ડ આધારિત ચકાસણી કરી છેવટે નિયામકશ્રી વિકસિત જાતિ અને કલ્યાણ દ્વારા ૩૦/૩/૨૦૧૬ નાં રોજ હુકમથી સુમરાભાઈ મહમદભાઈ જામોટેને કચેરી દ્વારા આપેલ જાતિ પ્રમાણપત્ર રદ કરવાનો અને હુકમ કરી જમા કરાવવા જણાવેલું આથી પ્રમાણપત્ર રદ થતાં અનામતનો લાભ ગેરકાયદેસર ઠેરવેલ છે. મામલતદાર કરજણ કચેરીએથી જાતિ અંગેનું અસલ પ્રમાણપત્ર જે પરત મેળવી નિયામકશ્રી ગાંધીનગર વિકસિત જાતિ કલ્યાણ વિભાગને મોકલી આપવામાં આવ્યું હતું.મામલતદાર શ્રી કરજણનાંઓએ સુમરાભાઈ મહંમદ ભાઈ જામોટે તથા સંધિ કમાલ ખાંન સુમાર ખાન બંને એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચી સરકારશ્રી તરફથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને મળવાપાત્ર લાભ મેળવવા સારું તથા નગરપાલિકાની પછાત વર્ગની સીટ ઉપર ચુંટણી લડવા માટે ૧૯/૭/૧૨ થી ૧૭/૧/૧૩ દરમ્યાન ખોટા જાતિનાં પુરાવા ઉભા કરી ખોટું સોગંદનામું કરી તેને સાચા તરીકે મામલતદાર કચેરી સમક્ષ રજુ કરી સામાજિક અને શેક્ષણિક પછાત તરીકે ખોટી રીતે મેળવેલ હોય તેઓ સામે કાયદેસર તપાસ કરવા કરજણ પોલીસ મથકે તા.૨૭/૭ ૨૦૨૦ ના રોજ નાયબ મામલતદાર શ્રી વસાવા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે કરજણ નગરપાલિકાની વોર્ડ નંબર ૧ ની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર કમાલખાન સુમારખાન સંધિનો વિજય થયો હતો.

ઇમરાન ઐયુબ મોદી.પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં ટેમ્પોની અડફેટે યુવાન નું મોત.

ProudOfGujarat

ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સાદરા ડુંગર વિસ્તારમાં પક્ષીઓ અને વનસ્પતિની રમણીય વૈવિધ્યતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!