કરજણ તાલુકાના વલણ તેમજ મિયાંગામ સહિતનાં ગામોમાંથી સરકારનાં આરોગ્ય તંત્રએ સેમ્પલ લેવાની કામગીરી આરંભી હતી આમ અત્યાર સુધી કરજણ તાલુકામાંથી ૧૧૭૯ શંકાસ્પદ કેસોનાં સેમ્પલ મેળવવાની કામગીરી બજાવવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરા જીલ્લા આરોગ્ય સમિતિનાં ચેરમેને કોવિડ સેન્ટર ઓક્સિજન વેન્ટિલેટર સાથે ૫૦ બેડનું ઉભું કરવા સરકારમાં માંગણી કરી છે. વડોદરા જીલ્લામાં કરજણ તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કરજણ તાલુકાના હેલ્થ અધિકારી ડો.શિંગનાં જણાવ્યા અનુસાર કરજણનાં મિયાંગામ તેમજ વલણ ગામમાં કોરોનાનાં શંકાસ્પદ કેસો વધી જણાઈ રહ્યા છે જેથી અહીંથી જેમ બને એમ વધુ સેમ્પલ લેવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.વલણ ખાતેથી આજ દિન સુધી લગભગ ૧૧૧ લોકોનાં સિમ્પટમસનાં આધારે સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે કરજણ તાલુકામાંથી શંકાસ્પદ ૧૧૬૯ લોકોનાં સેમ્પલ સરકારી તંત્રએ મેળવ્યા છે.આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહવા માસ્ક અને સોસિયલ ડિસ્ટન્શન રાખવા પર ભાર મુક્યો હતો. નુક્કડ પર ગામના પાદરે લોકોને ભેગાં થઈ ટોળાટપા નહિ કરવા ખાસ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ તંત્રને સહકાર મળે એવી પણ અપેક્ષા ટેલિફોનિક વાતચીતમાં વ્યક્ત કરી હતી.વડોદરા જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિનાં ચેરમેન નિલાબેન સતીષભાઈ ઉપાધ્યાયે વડોદરા જીલ્લામાં ૫૦ બેડનું કોવિડ સેન્ટર ઓક્સિજન વેન્ટીલેટર સાથે ઉભું કરવા માંગણી કરી હતી.વધુમાં તેઓએ જણાવ્યું છે કે ગામડાંઓમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. લોકો એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યા છે. માં કાર્ડ પણ સ્વીકારતાં નથી.આવા સમયે રાજ્ય સરકારની મંજૂરી લઈને ૫૦ બેડનું કોવિડ સેન્ટર ઉભું કરવું જોઈએ. કોવિડ સેન્ટર એટલે કે દર્દીને રેહવા માટેની વ્યવસ્થા કોરોનાના દર્દીઓની થવી જોઈએ. વધુમાં તેમણે કોવિડ ટેસ્ટિંગ કીટ પણ ઓછી હોવાનું જણાવ્યું હતું. જે લોકો સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં જવા માંગે છે તો હાલમાં કઈ અને કયાં હોસ્પિટલમાં એડમિટ કરી શકાય તે પ્રમાણેની હેલ્પલાઈન નંબર વડોદરા જીલ્લામાં નાગરિકો માટે થાય તેવી પણ રજુઆત કરવામાં આવી છે જેથી દર્દીને નજીકમાં કઈ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તે ખબર પડી શકે સાથે સાથે વડોદરા જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યૂટી જેવી ગ્રાન્ટમાંથી સરકારની મંજૂરી લઈને ૫૦ બેડની હંગામી ધોરણે હોસ્પિટલ કોરોના દર્દી માટે ઉભું કરવું જોઈએ જેથી સામાન્ય પ્રજાને દુઃખમાં સહભાગી થઈ શકીએ એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઇમરાન ઐયુંબ મોદી-પાલેજ