કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસનાં ચૂંટણી નિરીક્ષકો કરજણની મુલાકાતે આવ્યા હતા અને ચોરંદા ખાતે ચૂંટણી નિરીક્ષક માજી રાજ્યસભાનાં સાંસદ નારણભાઇ રાઠવાની અધ્યક્ષતામાં પેટા ચૂંટણી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કરજણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કરજણ વિધાનસભાની સીટ ખાલી થતાં ફરી એક વખત કરજણ શિનોર તાલુકામાં ચૂંટણીનો દૌર યથાવત થવા પામ્યો છે જ્યારે કરજણમાંથી ચુંટાયેલા ધારાસભ્ય શ્રીએ રાજીનામુ આપતા ફરી કરજણમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની નોબત ઊભી થઈ છે. ત્યારે કોંગ્રેસ હાલમાં સતર્ક બની ફરી એક વખત આ બેઠક કોંગ્રેસના હાથમાં આવે એવા કાર્યો જેવા કે તાલુકા લેવલથી લઈ બુથ લેવલ સુધીનું આયોજન કેવી રીતે કરવું જેવા અનેક કામો કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવી રહ્યું છે. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીનાં અનુસંધાને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિની એક બેઠક ચિરંદા ધર્મશાળા ખાતે યોજાઇ હતી. જેમાં આવનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આયોજન બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય સભાનાં માજી સાંસદ નારણભાઇ રાઠવા નિરીક્ષક નટવર સિંહ મહિડા આણંદ,યુનુસ ભાઈ પટેલ ભરૂચ,રમેશભાઈ પટેલ.મકવાણા ભાઈ,જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ,ગુણવંતભાઈ પરમાર,નીલા બેન ઉપાધ્યાય,કિરીટ સિંહ જાડેજા,ભરત ભાઇ પ્રમુખ,ચંદ્રકાન્ત પટેલ અમીન કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત ભાઈ અમીન વેમાર,અશોક સિંહ રાણા કરજણ નગર કોંગ્રેસ પ્રમુખ સહિત તાલુકાનાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઇમરાન ઐયુબ મોદી,પાલેજ