પોલીસ મહાનિરીક્ષક વડોદરા તેમજ પોલીસ અધિક્ષકશ્રી સુધીર કુમાર વડોદરા ગ્રામ્યનાઓએ આપેલ સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.વી સોલંકી ડભોઇનાં માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી લૂંટનાં ગુનાઓને શોધી કાઢવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે કરજણ પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનાઓનાં આરોપીઓને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. કરજણ હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટરે એ.એ.દેસાઈ નાઓને બાતમી મળેલ કે લૂંટનાં ગુનાઓને અંજામ આપનાર આરોપીઓ કંડારી ગામના બસ સ્ટેન્ડ પાસે એક નંબર પ્લેટ વગરની મોટરસાઈકલ સાથે શંકાસ્પદ હાલતમાં બેઠેલા છે. બાતમીનાં આધારે પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ રાણાનાઓ પોતાની ટીમ સાથે જઈ તપાસ કરતાં કંડારી ગામના નવા બસ સ્ટેન્ડ પાસે એક નંબર પ્લેટ વિનાની મોટરસાયકલ સાથે બે ઈસમો પકડી પાડી તેમના નામ ઠામ પૂછતાં (૧) ઇમરાન કાદરભાઈ શેખ ઉમર વર્ષ ૩૫ (૨) એહમદ ખાન ઉર્ફે ગોલી રહેમત ખાન પઠાણ ઉ.વ.૩૯ બને રહેવાસી વટવા,ચાર માલીયા બ્લોક નંબર ૩૬ મકાન નંબર ૧૧૪૯ અમદાવાદ તેઓની પાસેથી એક ચપ્પુ અને ૨૦,૨૦૦ રોકડા મળી આવ્યા હતા. તેઓ હાઈવે રોડ પર મોટરસાઇકલ લઈ એકલ દોકલ જતાં મોટરસાયકલ ચાલકો તથા હાઇવે પર ઊભેલાં વાહનોનાં ડ્રાઈવર કન્ડકટરોને દિવસ દરમ્યાન ચપ્પુ બતાવી લુંટ કરી મોબાઈલ તેમજ રોકડ રૂપિયા મેળવવાની હકીકત જણાવી હતી. બંને આરોપીઓ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં લૂંટનાં ગુનામાં સંડોવણી સંબંધી ગુનો દાખલ કરી કાયદેસર કાગળો કરી જરૂરી મેડિકલ રિપોર્ટ કરાવવા તથા આરોપીઓએ બીજા કયા કયા ગુનાઓને અંજામ આપ્યો છે એ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી એહમદ ખાન ઉર્ફે ગોલી રહેમત ખાન પઠાણ સામે મણીનગર તેમજ વટવા પોલીસ મથકે ગુના નોંધાયા હોવાની વિગતો સામે આવી રહી છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
કરજણ હાઇવે ઉપર ચપ્પુ બતાવી લૂંટ કરનાર બે આરોપી ઝડપાયા.
Advertisement