Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ખાતે પુનઃ સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી.

Share

કરજણનાં સી.સી.આઈ નાં કેન્દ્ર દ્વારા ખેડૂતોનાં કપાસની ટેકાનાં ભાવે ખરીદી આજરોજ પુનઃ શરૂ કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ખુશી વ્યાપી જવા પામી હતી. શુક્રવારનાં રોજ વડોદરા જિલ્લાનાં કરજણ ખાતે સી.સી.આઈ દ્વારા ખેડૂતનાં કપાસની ખરીદીનું ફરી એક વખત મુહર્ત કાઢવામાં આવતા ખેડૂત આલમમાં હર્ષોલ્લાસ વ્યાપી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે પહેલા વરસાદનાં પગલે આ ખરીદી બંધ કરી દેવામાં આવી હતી જેને પગલે અસંખ્ય ખેડૂતોનો કપાસ ટેકાનાં ભાવો બજારમાં ના મળતા અટવાઈ જવા પામ્યો હતો. આ ઉપરાંત કરજણ એ.પી.એમ.સી દ્વારા ૪ લાખનાં ખર્ચે વરસાદથી કપાસને નુકશાન ના થાય અને જીનીગ બંધ ના રહે એ હેતુથી તાડપત્રી ખરીદવામાં આવી, કરજણ બજાર સમિતિ દ્વારા સોશીયલ ડિસ્ટન્સ જળવાઈ તેની કાળજી લઇ ખેડૂતોને તેમજ ટ્રેક્ટરનાં ડ્રાઇવરોને માસ્ક તથા સેનેટાઈઝર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરજણનાં પૂર્વ ધારાસભ્ય અને બજાર સમિતિનાં ચેરમેન શ્રી સતિષભાઈ પટેલ, સી.સી.આઈનાં અધિકારી સોલંકી,કરજણ ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ ચૌહાણ, બજાર સમિતિનાં ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, સતિષભાઈ.એ.પટેલ, રજનીભાઇ પટેલ, દિલીપસિંહ પ્રકડા, દિનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, જશભાઈ પટેલ, સેક્રેટરી યોગેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. અત્યાર સુધીમાં કરજણ કેન્દ્ર ખાતે ૨ લાખ ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

ગુજરાતની નંબર 1 વેલીયન્ટ ક્રિકેટ કલબના બ્રાન્ડ એમ્બેસેડર બન્યો નર્મદાનો આશસ્પદ ખેલાડી વિશાલ પાઠક.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!