Proud of Gujarat
FeaturedGujarat

ભરથાણા ને.હા .ઉપર થી પસાર થતાં મોટરસાયકલ ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા એકનું મોત જયારે એક ઈજાગ્રસ્ત….

Share

ઇમરાન ઐયુબ મોદી

કરજણના ને.હા. પર ભરથાણા ગામની સીમ માંથી પસાર થતાં મોટરસાયકલ ચાલકે સ્ટિયરિંગ ઉપર થી કાબુ ગુમાવતાં રોડ ઉપર પટકાતાં એકનું મોત નિપજ્યું હતું જયારે પાછળ બેઠેલાંને ઇજાઓ પોહચી હતી.તા.૧૨ મી નાં રાત્રે મહેશભાઈ ખીમાંભાઈ ભુરિયા તેમજ કાજુભાઈ હવજીભાઈ હુરિયા રહે.ચરોલી.સુરત થી નીકળી વડોદરા ખાતે જતાં હતાં તે વખતે ભરથાણા ગામની સીમ પાસે રાત્રે ૧.૩૦ કલાકે પસાર થતાં ઓનેસ્ટ હોટલની બાજુ માં પોતે પોતાની મોટરસાયકલ નંબર Gj/5/HM/3341 નો સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં રોડ ઉપર પડી જતાં કાજુભાઈ હવજીભાઈ હુરિયા મૂળ.રહે.હરિનગર. થાદલા.જી.જાંબુઆ.(એમ.પી) ને માંથા માં તેમજ છાતી નાં ભાગે ગંભીર ઇજોઓ થઈ હતી તેમજ પાછળ સવાર મહેશભાઈ ભુરિયાને પણ ઓછી વતી ઇજાઓ થઈ હતી તેઓને ખાનગી એબ્યુલન્સ મારફતે કરજણની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધું સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.એચ માં લઇ જતાં ત્યાં કાજુભાઈ હવજીભાઈ હુરિયા ને મરણ જાહેર કરેલ હતા.

Advertisement

Share

Related posts

હાઈવે પરનો એક ખાડો એક વ્યક્તિના મોતનુ કારણ

ProudOfGujarat

ભરૂચની મુન્શી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત મુન્શી આઇ.ટી.આઇ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ-મનુબર ચોકડી વિસ્તારમાં ડમ્પર ટ્રકમાં આગ લાગી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!