Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

કરજણ: જુનાબજાર પાસે પાર્ક કરેલી મોટરસાયકલની ઉઠાંતરી…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

બનાવની વિગત જોતા કરજણનાં જુનાં બજાર ખાતે રહેતાં અને હાલ હીરાબાગ ઝેડ પાર્ક સોસાયટી માં રહેતાં જાવીદ હુસેન અબ્દુલ કરીમ કુરેશીએ ૧૧ જૂનનાં રોજ રાત્રે પોતાની પત્નીની માલિકીની કાળા તેમજ સિલ્વર કલર ની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર Gj /૦૬/Ln/૮૪૯૫ ની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.બનાવ અંગે પોલીસ માં નોંધાયેલ ફરિયાદ અંગેની વિગત અનુસાર ફરિયાદીએ મોટરસાયકલ લઈ પોતે એજ રાત્રે ૧.૩૦ વાગે ધંધા ઉપર થી આવી જુનાં બજાર આવાસ નીચેનાં ભાગે આર.સી.સી રોડ ઉપર મુકેલ હતી.જે બીજા દિવસે સવારે દસ વાગ્યા સુધીમાં કોઈ ચોરી થઇ ગઈ હતી જેની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પ્રથમ ગામમાં મોટરસાયકલ ની શોધખોળ કરી હતી.જે અંગે તપાસ કરતાં મોટરસાયકલ મળી આવેલ નહિ.જે પછી મોટરસાયકલ ચોરી થયા અંગે ફરિયાદ કરજણ પોલીસ મથકે નોંધાવી હતી.

Advertisement

Share

Related posts

નબીપુર પોલીસ મથકનાં પી.એસ.આઈ.ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં જુનાટોઠીદરા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

વલસાડના કપરાડાના ભોવાડા જાગીરા નજીક 35 મુસાફરો ભરેલ પિકઅપ ગાડી ઊંડી ખાઈમાં ખાબકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!