Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશ ના પી.એમ અદાણી અંબાણી ના ચોકીદાર છે-સિદ્ધૂ

Share

અહેવાલ- ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

કોંગ્રેસ અધ્યકક્ષા સોનિયા ગાંધી ના રાજકીય સલાહકાર અહમદ પટેલે વલણ ખાતે આયોજિત જાહેર સભા ભાજપ અને પી.એમ મોદી ઉપર પ્રહાર કરતા મતદારો ને અપીલ કરી હતી કે પુલવામાંના શહીદો ના નામ ઉપર રાજનીતિ કરી વોટ મંગનારાઓ ને જાકારો આપી ખેડૂત,શિક્ષણ, વિદ્યાર્થી,રોજગાર વિરોધી સરકારને ઉખાડી નાખવા અપીલ કરવામાં આવી હતી.

Advertisement

કરજણ તાલુકા ના વલણ ગામે મંગરવાર ની રાત્રે અહમદ પટેલ ખૂબ જ આક્રમક શૈલી માં ભાજપને આડે હાથે લઈ આઝાદીની લડાઈ માં જેમનો કોઈ હિસ્સો ના હતો તેઓ રાષ્ટ્રવાદ ના જુઠાણાં ચલવી રહ્યા છે નું જણાવી મસુદ અઝહર ને પૈસા સાથે કોણ કંધાર મૂકી આવ્યું હતું તેમજ પઠાણ કોટ માં આઈ.એસ.આઈ ને કોણે બોલાવ્યું હતું જેવા વેધક સવાલો કરી મોદી સરકારે પાંચ વર્ષ માં દેશ ને બરબાદ કરી મુક્યો હોવાનું જણાવ્યું હતું.

પી.એમ મોદી ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે નવાઝ ના ઘરે બિરયાની ખાવા તમે ગયા હતા કોંગ્રેસ સરકાર કે ડો.મનમોહન નહીં એમ કહી ભારત ની સ્પર્ધા પાકિસ્તાન સાથે નહીં ચીન-જાપાન સાથે છે નું જણાવ્યું હતુ.

કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક તેમજ ફાયર બ્રાન્ડ નેતા પૂર્વ ક્રિકેટર નવજોત સિંગ સિદ્ધૂ એ દેશ ના પી.એમ ફક્ત જૂથ જ બોલી રહ્યા છે શું તેઓ જનતા ને મૂર્ખ સમજી રહ્યા છે? તેઓ કામ કઈ કરતા નથી માત્ર પ્રચાર જ કરી રહ્યા છે નું જણાવી પી.એમ મોદી ને પોતાની આગવી અદા માં જુઠા નં-૧ તેમજ ફેકુ નં-૧ કહ્યા હતા.

વલણ ખાતે ની જાહેર સભા માં સિદ્ધૂ દ્વારા પી.એમ મોદી ને દેશ ના કોઈ પણ ખૂણે કોઈ પણ ચોરાહા ઉપર બહેશ કરવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો. સિદ્ધૂ દ્વાર પી.એમ મોદી ની મિમકરી કરી દેશ ના પી.એમ અદાણી અંબાણી ના ચોકીદાર હોવાનું જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડીયામાં દેશનું પ્રથમ હરિત ભવન સર્ટિફિકેશન સાથેનું રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું.

ProudOfGujarat

ધનોરી ના ખેડૂતે એપલ બોર થકી મેળવી લાખો ની આવક

ProudOfGujarat

પાલેજ ખાતે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!