Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણમાંથી પ્રતિબંધિત તમાકુ, ગુટકાનાં 1,53,000 હજારનાં મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ.

Share

લોક ડાઉનનાં સમયમાં બીડી, સિગારેટ, તમાકુ વગેરે બનાવટની આઈટમ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં કરજણ નગરમાં પોતાની દુકાનમાંથી વેચાણ ચાલુ રાખી જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી તેમજ આ વૈશ્વિક મહામારી કોવિડ 19 નાં ફેલાવાને રોકવા જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાનાં જાહેરનામાનો ભંગ કરતા કરજણનો ઈસમ કિશનકુમાર લાલવાણી ઉં.વ.28 રહે.4 સત્યનારાયણ નગર નવા બજાર કરજણને પોલીસે બાતમીનાં આધારે બીડી, સિગારેટ, તમાકુની બનાવટની આઇટમો સાથે તપાસ કરતાં 1,53,000 નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. કરજણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ.રાણાનાં માર્ગદર્શન હેઠળ તોહમતદાર સામે કલમ ૨૬૯, ૧૮૮ તથા એપડેમીક એકટ 1897 ની કલમ 3 મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે કરજણ ટાઉનમાં બજાર સમિતિ પાસે જય પ્રોવિઝન સ્ટોર દુકાન નંબર 101 શાકમાર્કેટના માલિક કિશનકુમાર લાલવાણીનાં બજાર સમિતિમાં આવેલ દુકાનમાંથી તમાકુની બનાવટની આઇટમો સાથે મોટર સાયકલ પર થેલામાં લઈને નીકળવા અંગેની બાતમીના આધારે કરજણ નગરમાં આવેલ બજાર સમિતિની અંદર પોલીસ છુટા છવાયા વોચમાં હાજર રહી હતી. દરમ્યાન ગત રોજ કિસન કુમાર લાલવાણી મોટરસાઇકલ લઈ થેલામાં ગુટકા તમાકુ લઈ નીકળતાં પોલીસે રોકી તપાસ કરતાં ઝડપાઈ ગયો હતો. ગુટકા, તમાકુ વગેરે ક્યાંથી લાવે છે? ત્યારે તેઓએ બજાર સમિતિમાં પોતાનો મોટી ગોડાઉનમાંથી લાવે છે. હોવાનું જણાવતા પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા તમાકુ, ગુટકા, સિગરેટ, બીડી, સફેદચૂનો મળી 21 પ્રતિબંધિત વસ્તુઓનો મોટો જથ્થો મળી ગયો હતો.પોલીસે મોટર સાયકલ સહિત મોબાઈલ ગુટકા મસાલા વગેરેની કિંમત ૧ લાખ ૫૩ હજાર ૫૧૬ નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ ને.હા ૪૮ પર અકસ્માતે પલ્ટી મારેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ : સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

માંગરોળ : મોસાલીમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરંજ ગામની ક્રિકેટ ટીમ બની ચેમ્પિયન.

ProudOfGujarat

હાય રે મોંઘવારી : મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડયાં : મોદી સરકારે કરી કબૂલાત..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!