Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સાંસરોદ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું કરૂણ મોત…

Share

ને.હાઇવે નંબર ૮ પર પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઘટનાની પોલીસ સુત્રીય માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ નગરની લીમડાશેરીમાં રહેતો અભિષેક નવીન ચૌહાણ ઉ.વ. ૨૬ સવારે ૬.૩૦ વાગ્યે સાંસરોદ ગામ નજીક અાવેલી નારેશ્વર ચોકડી નજીક બસની રાહ જોઇ ઉભો હતો.
તે વેળા કોઇક અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી યુવકને અડફેટે લેતા તેને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ યુવકનું મોત નિપજવા પામ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટેલા યુવકના મૃતદેહને પાલેજ સામુહિક અારોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અાશાસ્પદ યુવકના મોતના પગલે પાલેજ નગરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી…

Share

Related posts

વાંકલ : દિલ્હીમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમોને ફાંસીની માંગ સાથે વાલ્મિકી સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર.

ProudOfGujarat

ગુજરાત રાજ્યની ઉ. માધ્યમિક શાળાઓ, અનુદાનિત અને સરકારી કોલેજો-યુનિવર્સિટીઓમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા ભરૂચ કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

WhatsApp એ એક મોટું ફીચર જાહેર કર્યું, ઇન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં પણ મેસેજ મોકલી શકશે

ProudOfGujarat
error: Content is protected !!