Proud of Gujarat
FeaturedGujarat

જ્ઞાતિ અને ધર્મના ભેદ વગર ભાઇચારાના વાતાવરણમાં એક અનોખું સામાજિક કાર્ય થયું જાણો ક્યાં? અને કેવી રીતે?

Share

સર્વ-ધર્મ સમભાવ અને દરેક જ્ઞાતિના તેમજ દરેક ધર્મના લોકો એકસમાન એવા માનવધર્મને ઉજાગર કરતા સામાજિક સેવાનું કામ બાવા અરબિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી કોરલ તાલુકો કરજણ જીલ્લો વડોદરા ખાતે થયું.આ મહત્વનું સામાજિક કાર્ય એટલે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. જેમાં ૪૦ કરતાં વધુ સર્વધર્મના યુગલોના લગ્ન કે નિકાહ યોજાયા.આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ગામે-ગામથી યુગલોને આશીર્વાદ પાઠવવા લોકો ઉમટી પડ્યા.જેમાં ધારાસભ્ય અક્ષય પટેલ,ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા,તેમજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શેરખાન પઠાણ,મગનભાઈ પટેલ,સુલેમાન પટેલ(જોલવા),શકીલ અકુજી વગેરે ઉપસ્થિત રહ્યા.મોટી કોરલ ગામ ખાતે લગ્નોત્સવ આનંદ ઉત્સવમાં ફેરવાયો હોય એવું વાતાવરણ સર્જાયું હતું.

Advertisement


Share

Related posts

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં જામફળનો અન્નકૂટ ધરાવાયો.

ProudOfGujarat

ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવા હવે સેટેલાઇટ ઇમેજ અને આઇટીનો ઉપયોગ કરાશે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં તલોદરા ગામે ખેતરમાં ચરતી ત્રણ બકરીઓનો દીપડાએ શિકાર કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!