Proud of Gujarat
FeaturedGujaratINDIA

કંબોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ લાગતાં 10 ના મોત, 30 ઘાયલ

Share

કંબોડિયાના પોઈપેટમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઘણા લોકો ગુમ થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

આ ઘટના પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલ અને કેસિનોમાં બની હતી. આગમાં લગભગ 50 લોકો ફસાયા હોવાના સમાચાર છે. હોટલમાં લાગેલી આગ કેટલાય કલાકો સુધી ભભૂકી રહી હતી. ઘટનાસ્થળેથી ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે લોકો આગથી બચવા માટે 5 મા માળેથી નીચે જમીન પર કૂદી રહ્યા છે.

Advertisement

આગને કારણે હોટલને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટલમાં આગની આ ઘટના મધ્યરાત્રિની આસપાસ શરૂ થઈ, જે પછી ભડકેલી આગએ બિલ્ડિંગના મોટા ભાગને લપેટમાં લીધો હતો. સ્થાનિક સમય અનુસાર સવારે 8:30 વાગ્યા સુધી (ભારતીય સમય મુજબ 1:30) કુલ 53 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આગને કાબૂમાં લેવા માટે અનેક નાગરિકો સ્વયંસેવક તરીકે પણ જોડાયા હતા. સોશિયલ મીડિયા પરથી મળેલી માહિતી અનુસાર, હોટલ અને કેસિનો કોમ્પ્લેક્સમાં લાગેલી આગ લગભગ છ કલાક સુધી બેકાબૂ રહી હતી. એક વીડિયો ક્લિપમાં છતનો મોટો હિસ્સો હજુ પણ સળગતો દેખાઈ રહ્યો છે. હોટલના અન્ય ભાગો બળી ગયેલા અને હોલો દેખાયા હતા. આગની ઘટના વચ્ચે કેસિનોના કર્મચારીઓ ભાગી છૂટ્યા હતા, બહાર હાજર લોકોએ તેમને નીચે ઉતારવામાં મદદ કરી હતી.


Share

Related posts

કેનેડામાં વિઝા અને જોબ આપવાની લાલચ આપી ભરૂચના ઝાડેશ્વરના ઈસમ સાથે 18 લાખ ઉપરાંતની ઠગાઈ કરનાર છ ભેજાબાજો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરનો આતંક

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ટેમ્પા માં જુગાર રમતા 5 જુગારીયા ઝડપાયા. પોલીસે રોકડ રકમ ,થ્રી વ્હીલ ટેમ્પો અને બાઈક મળી કુલ 85 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!