Proud of Gujarat
FeaturedGujarat

કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા આર્મીના ડેમો ભરતીનુ આયોજન…

Share

પંચમહાલ, રાજુ સોલંકી

હાલ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામા શહીદ થયેલા વીરજવાનોનો દેશના નવયુવાનોમાં દેશના રક્ષણ માટે નીડર તેમજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે લશ્કરી દળોમાં ગુજરાતના નવયુવાનો દેશના સૈન્યમાં વધુને વધુ જોડાઈ તેવા હેતુસર  કાલોલ તાલુકાના  ખંડોળીગ્રામ પંચાયતના પેટાફળિયા ગિરધરપુરી ખાતે આર્મીની ડેમો ભરતી  યોજાઇ હતી.ભારતીય લશ્કરના વીરજવાનો હાલોલ કોલેજના એન.સી.સી કેડેટ તેમજ કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળના સંયુક્તપણે આર્મી ડેમો ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતના યુવાનોમાં ભારતીય લશ્કરમાં જોડાવાની ઉત્સુકતાથી શારીરિક ક્ષમતા તેમજ મનોબળ વધે તેવા હેતુથી આર્મી ડેમો ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું  આજના માર્ગદર્શક તરીકે તાજેતરમાં દેશના ભારતીય લશ્કરદળમાં ફરજ બજાવતા એવા નરેન્દ્રસિંહ રાઠોડ (રહે.નાની શામળદેવી) સેનામાં કોબ્રા કમાન્ડો ફરજ પર ઝાંરખવામાં, બારોટ હાર્દિકભાઈ (રહે. ધનતેજ ફરજ પર જમ્બૂકશ્મીર) તેમજ પરમાર રમેશભાઇ (રહે.મોટી શામળદેવી) જેવો એસ આર.પી.માં ફરજ બજાવતા હોય અને હાલ ત્રણેય દેશભક્તો ફરજ પરથી છુટી લઈ પોતાના વતન માં આવીને પણ ભારતીય સૈન્યમાં જોડાવા ઇચ્છુક એવા નવયુવાનો માટે તેમનો સમય ફાળવી ગિરધરપુરી મુકામે  આર્મી ડેમો ભરતીનુ આયોજન કરી યુવાનોને ભરતી માં જોડાવા માટે શારીરિક પરીક્ષણ માટે દોડ, ફુલપ્સ, વજન, ઉંચાઈ, તેમજ મેડિકલના ટેસ્ટોનુ આયોજન કરી યુવાનોને ભારતીય લશ્કરી દળની ભરતીમાં પસંદગી થાય અને દેશના રક્ષણમાં વધુને વધુ સૈનિક બને એવા ઉમદા વિચારોથી સ્થાનિક તેમજ દૂરથી આવેલા નવયુવાનોને ગ્રાઉન્ડ ટેસ્ટ તેમજ મેડિકલ એ ટેસ્ટનુ પરીક્ષણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

Advertisement


Share

Related posts

ભરૂચનાં દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ બુથનો કર્મી ઉઘરાણીનાં રૂપિયા લઈ ફરાર…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા.

ProudOfGujarat

વલસાડ : ખેરગામમાં કર્મકાંડી બ્રાહ્મણોને અનાજ કીટનું વિતરણ , વેકસીન લેવી જ જોઈએ ‘જનજાગૃતિ અભિયાન’ નો આરંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!