કાલોલ તાલુકાના કાતોલ ગામે આયુષ્માન ભારત આરોગ્ય વીમા અંતર્ગત ગોલ્ડન કાર્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી: ડિસ્ટ્રિક્ટ મેનેજર વનરાજસિંહ ચાવડા
ગોધરા રાજુ સોલંકી
કાલોલ તાલુકાના કાતોલ ગામે આજરોજ આયુષ્માન ભારત આરોગ્ય વીમા અંતર્ગત ગોલ્ડન કાર્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા અમલમાં આવેલી યોજના નો લાભ લાભાર્થી પોતાના સ્વાસ્થ્ય ની સારવાર માટે મેળવી શકે તેવા પ્રયત્નો થકી વીમા કવચ યાદીમાં સમાવેશ થયેલા લાભર્થી ઓને રૂપિયા પાંચ લાખ સુધીની સ્વાસ્થ્ય વીમા રૂપે ગોલ્ડન કાર્ડ કાઢી આપવાની કામગીરી નો આરંભ કાલોલ તાલુકાના કાતોલ ગામે વિરેન્દ્રસિંહ પરમારના નેજા હેઠળ કરવામા આવ્યો છે
કાલોલ તાલુકાના કાતોલ ગામે સીએસસી ની ટીમ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેનેજર વનરાજસિંહ ચાવડા ના માર્ગદર્શન હેઠળ સીએસસીના વિએલઈ વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા કાતોલ ગામે ૫૦૦થી વધારે લાભાર્થી ઓના નામ આયુષ્માન ભારત આરોગ્ય વીમા કવચ માં નોંધવામાં આવ્યા હતા જેમાં કાતોલ ગામના લોકો એ આ યોજના મા સારો પ્રતિસાદ આપ્યો હતો
કાલોલ તાલુકાના કાતોલ ગામે આયુષ્માન ભારત આરોગ્ય વીમા અંતર્ગત ગોલ્ડન કાર્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી:
Advertisement