પંચમહાલ રાજુ સોલંકી
છેવાડાના માનવી સુધી સરકાર અનાજનો જથ્થો પહોચે તે માટે સસ્તા અનાજની દુકાનો કાર્યરત હોય છે.આ દુકાનોમાં જથ્થો આવે છે.તે તાલુકા મથકો ખાતે આવેલા સરકારી અનાજના જથ્થાને ગોડાઉનમાં રાખવામાં આવે છે.ત્યાથી સસ્તા અનાજની દૂકાનદારોને ફાળવામાં આવે છે.પણ ગણીવાર આવા ગોડાઉનમાથી પણ અનાજનો કોળીયો છીનવાઇ જતો હોય છે.આવોજ મામલો કાલોલમાં પ્રકાશમાં આવ્યો છે.
Advertisement
પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતેના સરકારી ગોડાઉનમા આ સરકારી અનાજનો જથ્થા ની ૧૬૦૦૦ જેટલી ગુણો ઓછી હોવાનુ ઓડીટ દરમિયાન તપાસમા બહાર આવતા એક મસમોટા કૌભાડની આશંકા વ્યક્ત થઈ રહી છે.આ મામલે ગોડાઉનના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.હાલ આ મામલાની તપાસ એક ઉચ્ચકક્ષાની ટીમ દ્વારા કરવામાં આવી રહીછે. તેમ જાણવા મળ્યુ છે.આ અનાજના જથ્થાની રકમ કરોડોમાં હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.