પંચમહાલ રાજુ સોલંકી
કાલોલ તાલુકાના મેંદાપુર ગૃપ ગ્રામ પંચાયતની હદમાં આવતા ગામ અને કરાડ નદીમાં થી અને હાલોલ મસવાડ સુધી વિસ્તરેલા આ પંથકમાં જેશીબી મશીન અને ટ્રેકટરો દ્વારા સ્થાનિક આગેવાનો અને માફીયાઓ દ્વારા દરરોજ સવારથી મોડી રાત સુધી ગેરકાયદેસર રીતે ખનીજનુ ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે અને આ માટી હાલોલ જીઆઇડીસીમા નવી બનતી કંપનીઓમા ઠાલવવામા આવતી હોવાની વિગતો સાંપડી છે.ગામના કેટલાક લોકો અને સ્થાનિક ખનીજ માફિયાઓ આ અંતરીયાળ વિસ્તારનો લાભ લઈને બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે.નદીમાં થી રેતી અને માટીનુ આડેધડ ખનન થતાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે.દરરોજ લગભગ ૧૦ થી ૧૫ જેટલા ટ્રેકટર દ્વારા રેતી કાઢવામાં આવે છે કેટલાક લોકો જે આ રેતીનો વેપાર કરે છે.તેઓના ધર પાસે પણ રેતીના મોટા ઢગલા જોવા મળે છે.આ વિસ્તારમા હજુ સુધી વહીવટી તંત્ર કે કોઈ પણ સ્થાનિક કે જીલ્લાના અધિકારીઓ ફરકયા નથી અને તેથી ખનીજ માફિયાઓ બેફામ બની ને રેતી અને માટીનુ ખનન કરતા જોવા મળે છે.સ્થાનિક ખનીજ વિભાગ હાલમા જ અત્યાધુનિક સાધનો અને ડ્રોન કેમેરાની મદદથી ખનીજ ચોરી અટકાવવા સુસજ્જ બન્યું છે.ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોની પણ માંગ ઉઠી છે કે તાકીદે આ ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરતા તત્વો ઉપર તંત્ર દ્વારા લગામ કસવામા આવે અને પર્યાવરણને ગંભીર નુકસાન કરતી આ પ્રવૃત્તિ અટકાવવામા આવે.