મહેસાણા જિલ્લાના કડી નગરમાં હઝરત ખ્વાજા બદરુદ્દીન ઝાહિદશાહ ચિશ્તી સાહેબનો સંદલ અને ઉર્સ રાબેતા મુજબ ફાગણ સુદ પૂનમ અને અંગ્રેજી તારીખ ૨૧/૩/૨૦૧૯ ના રોજ મોટામિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ પીર ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી તથા એમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબની હાજરીમાં સંપન્ન થયો.આ પ્રસંગે ડો. મતાઉદ્દીન ચિશ્તી લેખિત સૂફી સંદેશ પુસ્તકની બીજી આવૃત્તિનું વિમોચન આદર્શ છાત્રાલય કડીના અનોખા બાળકોના મુખ્ય અતિથિ પદે કરવામાં આવ્યું હતું, ગાદી દ્વારા તેમનું સન્માન કરી પુરસ્કાર આપવામાં આવ્યા.
આ છાત્રાલયના ગૃહપતિ રજનીભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી બાળકોને સ્ટેજ પર બોલાવી જે બહુમાન કર્યું તે ખરેખર આજના સમયનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું.ડો.મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં આધ્યાત્મિકતાને સાચા અર્થમાં સમજાવી અનેક ઉદાહરણો આપી મેદનીને ઈશ્વરના સાચા દૂતોને ઓળખવાનું અને તેની શક્તિને પારખવાનું જણાવ્યું હતું. પોતાના આધ્યાત્મિક પૂર્વજો સાથે જે સબંધ ધરાવ્યો એવોજ સબંધ પણ અમારી સાથે જાળવો છો એમ જણાવી એ માટે આભાર માન્યો હતો. સમગ્ર કડીવાલા સમાજ સહિત હિંદુ- મુસ્લિમ ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સમારંભનું આયોજન કડુજીવાળા અલીમહંમદભાઈ, ઇસ્માઇલભાઈ, અબ્દુલ કાદરભાઈ સેલાવાલા તથા આદમભાઈ અને સમગ્ર ટીમે કર્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન સલીમભાઈ પટેલ, પુસ્તક પરિચય ઇમ્તિયાઝ ભાઇ તથા આભારવિધિ સિરહાનભાઈ કડીવાળાએ કરી હતી.