જુનાગઢ જીલ્લાનાં કેશોદમાં જાહેરમાં ફાયરિંગ કરી જાનથી મારી નાંખવાની કોશિશ કરનાર આરોપીને ગણતરીનાં કલાકોમાં જુનાગઢ ક્રાઇમ બ્રાંચે રાજકોટથી દબોચી લીધો છે.
આ બનાવની પોલીસ ચોપડે નોંધાયેલ મળતી માહિતી અનુસાર જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર અને પોલીસ અધિક્ષક રવિ તેજાવાન સેટ્ટીએ આ બનાવનાં આરોપીને તાત્કાલિક પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તાજેતરમાં પોતાની બહેન અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાંધી પ્રેમ લગ્ન કરતાં આરોપી પ્રદીપ નારણ કાનગડ આહીર ઉં.વર્ષ 29 રહે. રાજકોટ નહેરુનગર શેરી નં. 10 નાં એ પોતાના હવાલાની મેટાડોર ટ્રક નં. GJ-1-CY 0196 ની કેબિનનો દરવાજો ખોલી કોઈ અજાણ્યા ઇસમે પાછળના દરવાજાથી બંદૂક જેવા હથિયારથી ફાયરિંગ કરી ફરિયાદીની પીઠ પાછળ ડાબી બાજુનાં મણકા પાસે ફરિયદીને જાનથી મારી નાંખવાનાં ઈરાદા સાથે ગોળી મારી ગુન્હો કર્યો હતો. આ કામનાં આરોપીને પોલીસે જુનાગઢથી પકડી પાડયો છે.
આરોપી દ્વારા પોલીસને આપવામાં આવેલી કેફિયત મુજબ આ બનાવનાં આરોપીને પોતાની બહેન કેશોદનાં આઇસર ટ્રક ડ્રાઈવર ભરત પુજાભાઈ આહીર સાથે પ્રેમલગ્ન કરતાં સમાજમાં આરોપી પ્રદીપ આહીરની આબરૂ ગયેલ હોવાનો ખાર રાખી બહેનનાં પતિને જાનથી મારી નાંખવાના ઇરાદે હથિયાર તથા કાર્ટિસની ખરીદી કરી હતી જેમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ-1 કિં.રૂ. 50,000, જીવતા કાર્ટૂસ નંગ 2 કિં.રૂ. 10,000 અને છરી નંગ 1 સાથે રાખી બહેનનાં પતિનું GPS સિસ્ટમ દ્વારા લોકેશન સ્ટ્રેસ કરી બપોરનાં સમયે પોતાની બહેનનાં પતિને મારવા ગયો હતો ત્યાં જાહેરમાં ફાયરિંગ કર્યું હતું.
જાહેરમાં ફાયરિંગનાં આ બનાવનાં પગલે પોલીસે જાહેર ફાયરિંગની ઘટના પર તાત્કાલિક પહોંચી આજુબાજુનાં CCTV ફૂટેજ મેળવી તાત્કાલિક આ બનાવનાં આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરતાં આરોપીને પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતા કાર્ટિસ, મોબાઈલ, છરી સહિતનો કુલ રૂ. 60,100 નાં મુદ્દામાલ સાથે કેશોદથી પકડી પાડયો છે. આગળની કાર્યવાહી કેશોદ પોલીસ કરી રહી છે.