સૌજન્ય-જૂનાગઢ: દલખાણિયા રેન્જમાં 23 સિંહોનાં મોત બાદ આખરે સરકારે અમેરિકાથી સિંહોમાં હવે કોઈ રોગ ના લાગુ પડે તે માટે રસી મંગાવી છે. આ રસી સિંહોને આપવામાં આવશે પરંતુ આ રસીની અસર બીમાર સિંહોને થશે નહિ. રસી પાછળ રૂપિયા 9 લાખનો ખર્ચ કરાયો છે.
-રસી ક્યાંથી મંગાવવામાં આવી ?
અમેરિકાના દુલુક શહેરમાં સ્થિત મેરિયલ કંપનીમાંથી રસી મંગાવાઈ છે.
-રસીનું નામ શું છે ?
આ રસીનું નામ ફેરેટ છે.
-રસીની અસર કેટલો સમય રહેશે ?
રસીની અસર એક વર્ષ સુધી રહેશે.
-કેટલો જથ્થો મંગાવવામાં આવ્યો ?
હાલ 300 રસી મંગાવવામાં આવી છે.
-રસી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો ?
300 રસી પાછળ 9 લાખ ખર્ચ થયો.
-સાવજોમાં ક્યો રોગ ફેલાયેલો છે ?
કેનાઈન ડીસ્ટેમ્પર રોગ જોવા મળ્યો છે.
-બીમાર સિંહો પર અસર કરશે ?
નહીં, બીમાર સિંહો પર રસી અસર નહીં કરે.
-કેવા વાતાવરણમાં રસી રાખવી જરૂરી?
4 ડીગ્રી થી 6 ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં આ રસીને રાખવી પડે છે.
-આ પહેલા આ રસીનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હતો ?
આ પહેલા ઉતરપ્રદેશના ઈટાવામાં આ રસી સાવજો પર ઉપયોગ કરાયો હતો.
રક્ષણ અને રસીકરણ પાછળ કેટલો ખર્ચ ?
સિંહના રક્ષણ માટે ખાસ કટિબદ્ધતા અંતર્ગત ચાર વર્ષમાં ૨૮૪.૦૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ ૧૦૦થી વધુ ગામડાઓમાં પશુઓને રસીકરણ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
શું આવ્યું સિંહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ?
૨૩ સિંહના મૃત્યુના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુના વિવિધ કારણો ઇનફાઇટ,ઇનફાઇટથી થતી ઇજાઓ, રેસ્પીરેટરી તથા હિપેટીક ફેલ્યોર, સુપર બ્રોકાનઇઝી, ન્યુમોનિયા જેવા પ્રમુખ કારણો દર્શાવવામાં આવ્યું છે.