Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૂનાગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકબીજા પર 20થી વધુ ફાયરિંગ, વાહનોની તોડફોડ

Share

 
જૂનાગઢ: જૂનાગઢમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામ સામે થયેલા ગોળીબારમાં છ લોકોને ઇજા થઈ છે. કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરાઈ છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ બંને જૂથ વચ્ચે 20થી વધુ રાઉન્ડ ગોળીબાર થયા હતા. બે દિવસ અગાઉ રાજકોટ-જૂનાગઢ હાઈવે પર એક કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે અન્ય છને ઇજા થઈ હતી. આ બનાવને લઈને સિવિલ હોસ્પિટલમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. બોલાચાલી થઈ હતી પરંતુ ત્યારબાદ વાત વણસી હતી. બંને જૂથ દ્વારા એકબીજા પર ગોળીબાર કરાયો હતો. ત્રણ વ્યક્તિને ઇજા થઈ છે જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના સ્થળેથી 11 ફૂટેલા કારતૂસ જ્યારે 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. દુકાનના શટર પર ફાયરિંગના નિશાન પણ જોવા મળ્યા હતા…સૌજન્ય D.B

Advertisement

Share

Related posts

ભરૂચ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NEET તથા JEE નું પરિણામ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા ઉમલ્લા ખાતે સત્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!