Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૂનાગઢ-ઘરમાં ઘુસેલા ચાર શખ્સોએ વૃદ્ધ દંપતીને ઈજા પહોંચાડી રૂ.39000 ની લૂંટ ચલાવી

Share

 

જૂનાગઢનાં માખીયાળા ગામે વૃદ્ધ અશક્ત દંપતિનો ફાયદો ઉઠાવી રાત્રી ઘરમાં ઘુસેલા ચોરોએ દંપતિને ઈજાગ્રસ્ત કરી લુંટ ચલાવી હતી. તેમજ ઘરમાં વેરવિખેર કરી નાસી છુટ્યા હતાં. આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. જૂનાગઢના માખીયાળા ગામે રહેતા 70 વર્ષિય શાંન્તાબેન ગજેરા પતિ લવાભાઈ સાથે ઓસરી સુતેલા હતાં.

Advertisement

દરમિયાન સવારના ત્રણેક વાગ્યાના આસપાસ ચાર અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા અને વૃદ્ધ લવાભાઈને આડેધડ માર મારવા લાગ્યા હતા. અને જે કાંઈ હોય તે કાઢી આપવા કહ્યું હતું. વૃદ્ધોએ કાંઈ ન હોવાની વાત કરતા સંતાડેલ રૂપિયા માગ્યા હતાં. અને બીજા ત્રણ શખ્સોએ ઘરને વેરવિખેર કરી નાખ્યું હતું.

જોકે ઘરમાંથી કંઈ ન મળતા શાન્તાબેનના કાનમાંથી બુટી કાઢવાની કોશીશ કરતા વૃદ્ધાએ બુટી ઉતારીને આપી દિધી હતી. તેમજ લવાભાઈનું પાકીટ છીનવી તેમાંથી 5 હજાર રોકડ લઈ ગયા હતાં. જોકે ચોરો બાદમાં નાસી છુટ્યા હતાં.


Share

Related posts

ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે આજરોજ ઇદે મિલાદ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સાંઇ મંદિર પાસે હાટ બજાર ચાલુ કરાવવા નાના વેપારીઓના પ્રતિનિધિઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઓછુ મતદાન મતદારોની નિરસતા કે ઉમેદવારો સામેનો રોષ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!