શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાનને લઈ અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવના આમંત્રણ સમા પુજીત અક્ષત કળશનુ દરેક મંદિરો પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે આજે માંગરોળ શહેરના અતિપ્રાચીન શ્રીરામ મંદિરમાં અક્ષત કળશનુ આગમન થતા શ્રધ્ધાળુઓ રામ નામના રંગે રંગાયા હતા.
બહેનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા અને કળશ માથે રાખી શ્રીરામ નામની ધુન બોલાવતા કળશની પ્રદક્ષિણા સાથે રાસ રમતા સમગ્ર વાતાવરણ રામમય બન્યુ હતુ. મંદિરના પુજારીશ્રી દ્વારા ભગવાન શ્રીરામની આરતી સાથે પુજીત કળશનુ પણ પુજન આરતી કરી કળશને મંદિરમાં પધરામણી કરવામાં આવતા મોટી સંખ્યા આસપાસના ભાઈઓ બહેનો ભાવીકો ઉમટી પડ્યા હતા અને પુજીત અક્ષત કળશ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી.
આ અવસરે માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળના હોદેદારો દ્વારા શ્રીરામ જન્મભુમી તીર્થક્ષેત્ર અક્ષત મહા અભિયાન વિષે તેમજ અન્ય કાર્યક્રમો વિષે ઉપસ્થિત લોકોને માહીતી પુરી પાડી હતી.
જુનાગઢ : માંગરોળનાં શ્રીરામ મંદિરે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું
Advertisement