Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનાગઢ : CM ભુપેન્દ્ર પટેલે ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું, 74 કરોડના ખર્ચે થયું નવીનીકરણ

Share

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જુનાગઢના ઐતિહાસિક અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સમાન એવા ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કરાયું. રૂ. 74 કરોડના ખર્ચે ઉપરકોટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઉપરકોટના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે હવે નવા રંગ રૂપમાં ઉપરકોટ પર્યટકો માટે પસંદગીનું સ્થળ બનશે. મહત્ત્વનું છે કે જૂનાગઢમાં આવેલ ઉપરકોટ કિલ્લો 2300 વર્ષ પહેલાં બન્યો હોવાનું અનુમાન છે. જે સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન કિલ્લો મનાય છે.

જુનાગઢ, 28 સપ્ટેમ્બર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે જુનાગઢમાં નવીનીકરણ પામેલા ઉપરકોટના કિલ્લા સહિત કુલ મળીને રૂ. 438 કરોડથી વધુ રકમના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે તેમણે નાગરિકોની સુખાકારી વધારવા સાથે જૂનાગઢને લિવેબલ અને લવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ સાથે જુનાગઢમાં હજુ વધુ વિકાસકાર્યો કરવા તેમ જ સુવિધાયુકત વિવિધ પ્રવાસન સ્થળો વિકસાવવા વધુ રકમ ફાળવવાની તૈયારી દર્શાવી હતી.

Advertisement

ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવતાં પ્રવાસીઓની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પોલીસ ચોકી કાર્યરત થઇ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉપરકોટ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું. જુનાગઢ મુખ્યમંત્રીના હસ્તે ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ થયું હતું. જો કે, જુનાગઢ સહિત આમ જનતા માટે ચાર દિવસ ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આવતીકાલથી 2 ઓક્ટોબર સુધી સવારે 8:00થી સાંજે 6 સુધી ફ્રી એન્ટ્રી રહેશે. 3 ઓક્ટોબરથી ઉપરકોટ કિલ્લાની ટિકિટ રૂ.100, બાળકોના રૂ. 50 રહેશે. લાઈટ એન્ડ સાઉન્ડ શોના રૂ. 150 અને પાર્કિંગ તેમ જ ઈ-રિક્ષાના અલગ ચૂકવવા પડશે.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, જુનાગઢનાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જિલ્લા સંગઠન પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લા, પ્રવાસન વિભાગના કમિશનર સૌરભ પારઘી, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વિવિધ મુદ્દાઓ અંગે ભાજપનાં આગેવાનો દ્વારા પાઠવાયેલ આવેદનપત્ર સામે બી.ટી.પી. તેમજ અન્ય સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ગામડાના રામ મંદિરમાં હવે કોંગ્રેસ આરતી – શણગાર તથા પૂજાનો સામાન આપશે

ProudOfGujarat

સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે તેના બીજા શુક્રવારની સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!