ચોમાસામાં વારંવાર દીવોલ કે છત પડવાની ઘટનાઓ બની રહી છે. તેવામાં જૂનાગઢના વંથલીમાં શાળાની છત ધરાસાયી થતા 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી.
જૂનાગઢના વંથલીમાં એકે ત્રાંબડીયાની શાળાની છત ધરાસાયી થઈ હતી. જોકે, છત ધરાસાયી થતા તત્કાલ જે બાળકોને ઈજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ હતી.
ખાસ કરીને ચોમાસા દરમિયાન સતત કાચા મકાનોની દિવાલો ધરાસાયી થવી તેમજ દિવાલ કે છતને ભેજ લાગવાથી દિવાલ ભારે થઈ જવાથી પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જેના કારણે લોકોનો જીવ પણ જોખમમાં આવી રહ્યો છે પરંતુ ચોમાસા દરમિયાન આ સ્થિતિ સ્કૂલમાં જ જોવા મળતા અનેક સવાલો પણ ઉભા થયા છે. શાળાઓમાં જ્યાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યાં દરેક બાબતોની સેફ્ટી હોવી પણ જરુરી છે ત્યારે આ સ્થિતિ જોવા મળતા સેફ્ટીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.
ત્યારે ગુજરાતમાં આ ચોમાસા દરમિયાન રાજ્યભરમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં પંચમહાલમાં તાજેતરમાં જ જીઆઈડીસીમાં પણ આ પ્રકારે દિવાલ ધરાસાયી થઈ હતી જેમાં છાપરા દિવાલને ટેકન લગાવીને બનાવવામાં આવ્યા હતા. જેમાં રહેલા બાળકનું દટાવાથી મોત પણ નિપજ્યું હતું. જો કે જૂનાગઢની વંથલીની શાળામાં ફક્ત બાળકોને ઈજા થઈ હોવાનું જ સામે આવ્યું છે.