Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનાગઢ : પુત્રવધુની હત્યા કરીને આપઘાતમાં ખપાવનાર સસરા સહિત બે શખ્શ પકડાયા

Share

જૂનાગઢનાં ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં રહેતા રસીલાબેન જયેશભાઈ માંડવીયા ઉંમર વર્ષ 40 ની તેના સસરા શંભુભાઈ વશરામભાઈ માંડવીયાએ માથામાં લાકડી ફટકારી ગળેફાંસો આપી હત્યા કરી લાશને સાડી સાથે પંખામાં લટકાવી દઈ આપઘાતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ પીએમ રિપોર્ટમાં ઈજાના નિશાન સામે આવતા હત્યા થયાનો ખુલાસો થયો હતો. પોલીસે રસીલાબેનના સસરા શંભુભાઈની પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. આ અંગે એસપી રવિ તેજા વાસમ શેટીએ જણાવ્યું હતું કે રસીલાબેનના પતિનું પાંચેક વર્ષ પહેલાં અવસાન થયું ત્યારે વીમાના 10 લાખ રૂપિયા આવ્યા હતા, રસીલાબેનને અન્ય વ્યક્તિ સાથે અફેર હોવાની અને તેની સાથે લગ્ન કરી જતી રહેશે અને પૈસા પણ લેતી જશે તો પૌત્રને કંઈ નહીં મળે એવી શંકા હોવાથી શંભુભાઈના બાળપણના મિત્ર દુર્લભભાઈ સાથે મળી લાકડી મારી ગળેફાંસો આપી ગળામાં સાડી બાંધી લાશ પંખા સાથે લટકાવી દીધી હોવાની કબુલાત આપી હતી. ભેંસાણ પોલીસે પુત્રવધુની હત્યાના ગુનામાં સસરા શંભુભાઈ અને તેના મિત્ર દુર્લભભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદના જવાહર નગર વિસ્તારમાંથી ચોરીના મોબાઈલ સાથે એક ઇસમ ઝડપાયો

ProudOfGujarat

કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે ભરૂચ જીલ્લામાં કોરોના અંગે લોકોમાં ભયની લાગણી…

ProudOfGujarat

અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓ ની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!