જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા હડમતીયા અને રામપરાની શાળામાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકની કૃષ્ણનગરની શાળામાં મર્જ કરી દેવાતા વાલીઓમાં વિરોધના સૂર ઉઠ્યો છે. જંગલ વિસ્તારમાં શાળા આવેલી હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી તો બીજી તરફ શિક્ષણ અધિકારીએ કહ્યું તો કે અમને રજૂઆત મળી છે એમ તપાસ કરાવી સરકારનું ધ્યાન દોરીશું.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા હડમતીયા અને રામપરા ગામની શાળામાં છ થી આઠ ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાના કારણે નિયમ મુજબ 3 કિલોમીટર વિસ્તારમાં આવતી અન્ય શાળામાં વિદ્યાર્થીઓને મર્જ કરી દેવામાં આવ્યા છે તો તે શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે ગામ લોકોમાં નારાજગી ફેલાય છે જે શાળામાં બાળકો મરજ કરવામાં આવે છે તે શાળામાં પોતાના બાળકો મોકલવા વાલીઓ તૈયાર નથી કારણ કે શાળાએ જવાનો રસ્તો નજીક જ જંગલ આવેલું હોય જંગલી પશુ હુમલોનો ભય હોવાનુ જણાવી રહ્યા છે. હડમતીયા ગામના સરપંચ પટોડીયા એ જણાવ્યું હતું કે ગામમાં ત્રણ પરા આવેલા છે જેનું ગામ રામપરા અને કૃષ્ણપરા જેમાં જૂના ગામ અને રામપરાની શાળા અને સ્કૂલમાં મરજ કરવામાં આવી છે.