જૂનાગઢની ફ્રુટ માર્કેટમાં કાચી અને પાકી કેરીની આવકમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે ચોમાસુ જેમ જેમ નજીક જાય છે તેમ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક ઘટવા લાગી છે ધીરે ધીરે હવે કેરીની સીઝન પૂર્ણતાના આરે આવી છે. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં આવેલ શાકભાજી ફ્રુટ માર્કેટમાં 5410 બોક્સની આવક નોંધાય છે, જ્યારે 10 કિલોના ભાવ 200 થી લઇ અને 700 સુધીના બોલાયા હતા.
આ અંગે માહિતી પૂરી પાડી હતી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હવે જ્યારે ચોમાસું નજીક આવી રહી હોય જેથી કરીને ફૂડ માર્કેટમાં કેરીની આવક ધીમે ધીમે ઘટી રહી છે. દરરોજ કરતા હવે કેરીના બોક્ષ ઓછા આવી રહ્યા છે આ રીતે હવે રોડ માર્કેટ 5410 જેટલા કેરીના બોક્સની આવક નોંધ હતી ત્યારે અન્ય ફ્રુટની વાત કરીએ તો દાડમ 5 ક્વિન્ટલ જલધારો 30 મોસંબી 1 ખારેક 15 ક્વિન્ટલ નોંધાઈ હતી. આ રીતે હવે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના સબ યાર્ડમા કેરીની સીઝન પૂરી થવા આવી છે.