ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે સાસણ ગીર જંગલમાં ચંદનના વૃક્ષો કપાયા મામલે વન વિભાગે અલગ અલગ ટીમો બનાવીને કુલ 14 ઈસમોની ધરપકડ કરી તેની સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 તથા ભારત વન અધિનિયમ 1927 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તપાસમાં આ ગેંગ દ્વારા સાસણ રાઉન્ડમાં તારીખ 7 ડિસેમ્બર અને ફરીવાર તારીખ 2 જાન્યુઆરીના રોજ જંગલ વિસ્તારમાં પ્રવેશ કરીને અનામત ચંદનના 16 ઝાડ કાપી નાખ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં તારીખ 4 ના રોજ રાત્રે બે કલાકે સ્ટાફ વોચમાં હતો ત્યારે સવારે 4:00 કલાકે મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના મહુવાખેરાના રહેવાસી ઈલેશ અંગ્રેજસિંહ બાબુને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યાર બાદ તેની ગેંગના અન્ય આરોપીઓ નાસી જતા તેમાંના 10 ઇસમોને વેરાવળ ખાતેની સિંધી સોસાયટી સુરભી હોટલની બાજુમાં દંગામાંથી જ્યારે અન્ય ત્રણ શખ્સોને જેતલસર જંકશન ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ પકડાયેલા 14 ઇસમોની પૂછતાછ ચાલી રહી છે પોલીસે આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લીધા છે.
સાસણ ગીરમાં ચંદનના 16 ઝાડ કાપી નાખનાર 14 શખ્સો સામે ગુનો નોંધાયો
Advertisement