રાજસ્થાનના છ શખ્સો સામે વન વિભાગે અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કરી અને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સાસણ ગીરના અમુક વિડીયો 15 દિવસ પહેલા સામે આવ્યા હતા જેમાં એક વીડિયોમાં છ શખ્સો નજરે ચડે છે જ્યારે બીજા વીડિયોમાં ત્રણ ચાર શખ્શો કારમાં બેસીને નદી કાંઠે આટા ફેરા મારતા હોય અને બીજા ત્રીજા વીડિયોમાં રાતના સમયે જંગલના રસ્તે ત્રણ સિંહના ગ્રુપ પાછળ કેટલાક ઈસમો કાર ચલાવીને સિંહની અવર-જવરને રંજાડ કરતા હોવાનું નજરે ચડ્યું હતું જેમાં એક શખ્સ તો કારના બોનેટ ઉપર બેસીને તો બીજો શખ્સ કારની નીચે ઉતરીને ફોટા પડાવતા હોવાના ફોટા મળ્યા હતા જે અંગે વન વિભાગના સ્ટાફ દ્વારા તપાસ કરીને આ અંગે બે અલગ અલગ ગુન્હા નોંધવામાં આવ્યા છે જેમાં સંડોવાયેલા છ ઈસમો પૈકી ત્રણ શખ્શો સામે ગેરકાયદે જંગલમાં પ્રવેશ કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે બીજા કેસમાં સિંહ પાછળ કાર ચલાવવા બાબતે જયપાલસિંહ ચૌહાણ, રઘુરાજ સિંહ ચૌહાણ, રાહુલ રાજપુરોહિત નામના શખ્સો સામે ગુનો નોંધીને તે ત્રણેયની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે
સાસણમાં સિંહ પાછળ કાર ચલાવી બોનેટ ઉપર બેસી સીનસપાટા કરતા ત્રણ ઇસમો ઝડપાયા
Advertisement