જૂનાગઢમાં જગમાલ ચોકથી વિશાળ રેલીનું પ્રસ્થાન થયું હતું રેલીમાં બેનરો સાથે જૈન સમાજના લોકો જોડાયા હતા અને મૌન રેલી અહીંસક રીતે જગમાલ ચોકથી માંડવી ચોક દિવાન ચોક માલીવાડા આઝાદ ચોક જુની હોસ્પિટલ ચીતાખાના ચોક એસટી બસ સ્ટેન્ડ રોડ થઈને કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જેમાં ભાઈઓ સફેદ વસ્ત્રોમાં અને બહેનો લાલ વસ્ત્રોમાં જોડાયા હતા. આ મૌન રેલીમાં જૈન સમાજના જૈન મુનિ પરમ પૂજ્ય આચાર્ય દેવ જયધર્મસુરીશ્વરજી મહારાજ તેમજ જૈન સમાજના વિવિધ સંગઠનો અને ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિતનાએ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી સહિતનાને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જૈનોના પવિત્ર તીર્થ સ્થળ શત્રુંજય ગિરિરાજ અને સંમિત શિખરજી પર જૈનોની આસ્થા વિરુદ્ધના કાર્યો નીતિ ઉદઘોષણા વગેરે સામે તુરંત પગલાં લેવા રજૂઆત કરી હતી સાથે શત્રુંજય મહાતીર્થ જે ગુજરાતમાં આવેલું છે ત્યાં કેટલાક અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકોએ આ યાત્રાભૂમિ પર વિવિધ કારણોસર ભય અને ત્રાસનું વાતાવરણ સર્જ્યું છે આ કાર્ય માટે પ્રશાસનના જવાબદાર અધિકારીઓએ સેવેલા દુર્લક્ષને કારણે છેલ્લા ઘણા સમયથી જે ઘટનાઓ ઊભી થઈ રહી છે તે અંગે રજૂઆત કરી હતી.
શત્રુંજય ગીરીરાજ સમ્મેત શિખરજી મુદ્દે જુનાગઢ જૈન સમાજની વિશાળ રેલી
Advertisement