જૂનાગઢ: જૂનાગઢના ગાંઠીલા ગામે ઓઝત નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ઓઝત નદીના પટ્ટમાંથી અવારનવાર રેતી ચોરીના કેસ થતા હોવા છત્તાં રેતી માફિયાઓ સુધરતા નથી. પરિણામ એ આવ્યું છે કે, ઓઝત નદીના પટ્ટમાં અનેક નાના-મોટા ખાડા પડી ગયા છે. આ ખાડા અનાયાસેજ નદીમાં ન્હાવા પડેલા લોકોને પાણીમાં ગરક કરી દે છે.
ગત વર્ષે ગણેશ વિસર્જન વખતે પણ 1 યુવાન આજ ખાડામાં ડૂબી ગયો હતો
જાણવા મળ્યા મુજબ, ધણફૂલિયા પાસે ઓઝત નદીના પટ્ટામાં બેફામપણે રેતી ચોરી થઇ રહી છે. તેને લીધે છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં 18 લોકોનાં ડૂબી જતાં મોત નિપજ્યાં છે. આ તમામ લોકો સગીર અથવા તો યુવાન વયનાં હતા. ગત વર્ષે આજ ખાડામાં એક યુવાન ગણેશ વિસર્જન વખતે ડૂબી ગયો હતો. આ ખાડો 20 થી 25 ફૂટનો હોવાનું પણ જાણવા મળ્યું છે. સામાન્ય રીતે અગાઉ જ્યાં યુવાનો ન્હાયા હોય એ સ્થળે ન્હાવા માટે પાણીમાં પડે એ વખતે તેને ખબર નથી હોતી કે, છેલ્લે અહીં ન્હાયા ત્યારબાદ અહીંથી રેતી ચોરી થતાં ખાડો પડી ગયો છે. વળી છીછરા પાણીમાં ન્હાવા પડેલા યુવાનનો પગ જમીન પર હોય અને અચાનકજ ખાડો આવી જાય. વળી એ સ્થળે પાણી ઘૂમરી લેતા હોય છે. આથી તે તુરંત પાણીમાં ગરક થઇ જાય.
યુવાન ડૂબતાં પૂજારીએ બચાવવા એનાઉન્સ કર્યું
ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા માટે ઉમાધામ ગાંઠીલા મંદિરનાં પૂજારીએ જો કોઇને તરતાં આવડતું હોય તો બચાવવા તાબડતોબ માઇક પર એનાઉન્સ કર્યું હતું. આથી ગામ લોકો અને તરવૈયાઓ ઓઝત નદીએ દોડી આવ્યા હતા.cortesy DB