પ્લાસવા ગામના મેરૂભાઈ પરમારે ગુજરાત પ્રદૂષણ નિગમ બોર્ડના પ્રાદેશિક અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે જે તે સમયે બનાવેલ હાલ ડમ્પીંગ સાઈટ પ્લાન ચાલુ છે તેનું ઓપનિંગ મહેસુલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે પણ જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સરકાર દ્વારા આસપાસના ખેડૂતોને અને વિસ્તારમાં કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી નહીં થાય તેવું જણાવ્યું હતું જે હંજર બાયોટેક નામની કંપનીને કોન્ટ્રાક્ટર આપવામાં આવેલ હતો જે થોડા સમયમાં બંધ હાલતમાં જોવા મળેલ અને કરોડોના ખર્ચે બનેલ પ્રોજેક્ટની હરાજી કરી ક્વાર્ટર સહિતના મકાનો પાડીને પાદર કરીને ત્યાં ગંદકીના ઢગલા કરાયા છે જે હાલ પણ જોવા મળે છે. આજુબાજુના ખેડૂતોએ મનપા અને સરકારમાં અવારનવાર અરજીઓ કરેલ છે છતાં અહીં જુનાગઢ શહેરની ગંદકી નાખવામાં આવે છે. ખેડૂતોના ખેતરમાં આગ લાગવાથી થયેલ નુકસાનીનું આજદિન સુધી વળતર આપવામાં નથી આવ્યા જે તમામ મુદ્દે પ્રદૂષણ નિગમ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે અને આ ડમ્પીંગ સાઈટના પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જૂનાગઢની ડમ્પિંગ સાઈટથી પ્લાસવા ગામની બદતર હાલત : ઝેરી ધુમાડાથી ગ્રામજનોમાં રોષ
Advertisement