Proud of Gujarat
FeaturedGujaratINDIA

કડકડતી ઠંડીમાં ગિરનાર આરોહણ-અવરોહણની રાજ્ય કક્ષાની રોચક સ્પર્ધા : 1471 સ્પર્ધકો દોડ લગાવશે

Share

નવા વર્ષના પ્રારંભના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીના જ કડકડતી દાઢ થીજવતી ઠંડીમાં ગિરનાર સર કરવા 37મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 20 જિલ્લામાંથી રજીસ્ટ્રેશન થયેલા 1471 સ્પર્ધકો વહેલી સવારે ગિરનાર આવવા દોટ મુકશે. ભાઈઓ માટે 5,500 પગથિયા અંબાજી મંદિર અને બહેનો માટે 2,200 પગથિયા માળીપરબ સુધી સ્પર્ધા યોજાશે. સ્પર્ધાની શરૂઆતથી અંત સુધી સીસીટીવી કેમેરાની મદદથી તેમજ સ્પર્ધકોને અપાનારા ટેસ્ટ સ્ટીકર પર ચીપ લગાડી અધ્યતન ટેકનોલોજી એવી ચીપ ટાઈમિંગની મદદથી સાથે સંપૂર્ણ સ્પર્ધા યોજવામાં આવશે, તો વિજેતા 1 થી 10 સ્પર્ધકોને અલગ અલગ ચાર કેટેગરીમાં રોકડ પુરસ્કાર તથા શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 20 જિલ્લામાંથી સિનિયર ભાઈઓ 547 અને જુનિયર 498 મળી કુલ 1045 ભાઈઓ અને સિનિયર બહેનો 234 અને જુનિયર 192 મળી કુલ 426 બહેનો મળી કુલ 1471 સ્પર્ધકો ગીરનાર સર કરવા દોટ મુકશે 37મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ બે ચરણમાં સ્પર્ધા યોજાશે જેમાં પ્રથમ ચરણમાં ભાઈઓ તથા બીજા ચરણમાં બહેનો દોટ મુકશે સ્પર્ધાનો આરંભ ધારાસભ્ય મેયર ગીતાબેન પરમાર સહિતના મહાનુભવોના હસ્તે ફ્લેગ ઓફ આપી કરાશે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

પાટણ શહેરમાં શીતળા સાતમની કરાઈ ઉજવણી, શીતળા માતાના મંદિરે ભક્તો ઉમટ્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ-મકતમપુર ખાતે પાણીની ટાંકી પાસે પાણીનો વેડફાટ.તંત્ર રહ્યું ઊંઘમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!