વંથલી તાલુકાના સોનારડી ગામે સવારે ફરી એક દીપડાએ આવી બાળકનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો બાળકની માતા વચ્ચે પડતા દીપડો બાળકને બદલે કૂતરાને શિકાર બનાવ્યો હતો આમ ફરીવાર વંથલીના સોનારડી ગામમાં દીપડાએ બાળકના શિકારનો પ્રયાસ કરતા લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો ત્યારે દીપડાને પકડવાની માંગ સાથે જુનાગઢ મેંદરડા સ્ટેટ હાઇવે પર સોનારડીના લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
સોનારડી ગામ આસપાસ બાવળની જાડી જાખરાઓ હોય અને તેમાં જ દીપડાઓ વસવાટ કરી બેઠા છે એટલે બપોર બાદ જેસીબી મશીન વડે ઓઝત નદીના કાંઠે ગામની આસપાસના બાવળની જાડી જાખરાઓ દૂર કરવાની કામગીરી સ્થાનિકોએ હાથ ધરી છે વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓઝત નદીના કાંઠો હોય જેથી નદીના પાણીની સગવડતા હોય ઉપરાંત છુપાવવા માટે જાડી જાખરાઓ અને ગીચતા હોય જેથી દિવસે ત્યાં છુપાઈ રહે છે પરંતુ હવે શિકારની શોધમાં દિવસે પણ ગામમાં ચડી આવે છે જેથી આવી ઘટના બની રહે છે હજુ પણ પાંચ પાંજરાઓ મૂકેલા છે સતત દીપડાઓને પકડવાની કામગીરી શરૂ રાખવામાં આવી છે. સોનારડી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં તાળા મારીને બાળકોને ભણાવવા પડે છે ઉપરાંત શાળાએ લેવા મુકવા માટે એકી સાથે વાલીઓને જવું પડે છે દિવસે પણ છોકરાઓને ગામમાં રમવા જવું પણ જોખમ છે.