જુનાગઢનો ગિરનાર પર્વત કે જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ગીરની હરિયાળી અને જંગલનું સૌંદર્ય માણવું હોય તો એક વખત મુલાકાત અચૂક લેવી પડે અને તેમાં પણ ચોમાસા બાદ સમગ્ર વિસ્તારમાં હરિયાળી છવાઈ છે અને એમાં પણ શિયાળાની ગાઢ ધુમ્મસ વચ્ચે વહેલી સવારનું સૌંદર્ય માણવું તે કુદરતના ખોળે પ્રાકૃતિક સૌંદર્ય કંઈક અલગ જ અનુભવ માનવામાં આવે છે.
એમાં પણ હવે ગિરનાર પર રોપ-વે સુવિધા ચૂકી છે અને ગુજરાતીઓ કુદરતી સૌંદર્ય અને સાથે ભક્તિ ધામોમાં વિઝીટ કરવાનું વધુ પસંદ કરતા હોય છે જેથી જૂનાગઢ શહેરમાં પ્રવાસીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. શનિ-રવિની રજાઓ તેમજ શાળા-કોલેજોમાં શિયાળુ પ્રવાસોમાં આ સ્થળ વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે જેથી ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
ગિરનાર પર રોપ-વે સુવિધાનો લાભ લેવા અને આકાશી દ્રશ્યો માણવા માટે લોકો સૌથી વધુ પસંદગી ઉતારી અને નવો અનુભવ કરવા માટે બુકીંગ કરાવી રહ્યાં છે. એડવાન્સમાં બુકીંગ કરાવી પ્રવાસીઓ પોતાનો સ્લોટ નક્કી કરી રહ્યા છે જેથી અહીં કોઈ ભીડ ન થાય અને આસાનીથી મુલાકાતીઓ મુલાકાત લઇ શકે તે માટે કામ કરી રહ્યા છે.
પહેલા એડવાન્સ બુકીંગ સીસી ટીમ ન હતી જેના કારણે લોકોને ભાર મુશ્કેલી અને લાઈનો લગાવી પડી રહી હતી જોકે હવે આ આસાન થયું છે. જેના પગલે લોકો આસાનીથી બુકીંગ કરાવીને પોતાનો સ્લોટ નક્કી કરી લાભ લઇ શકે છે.