Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનાગઢમાં દાદાના હાથમાંથી બાળકીને લઈને દીપડાએ મોતને ઘાટ ઉતારી દીધી, નજર સામે જ ઘટના બનતા પરિવાર સ્તબ્ધ

Share

જૂનાગઢમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે અહીંના સોનરડી ગામે એક બાળકીને દાદાના હાથમાંથી ઉઠાવી જઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દાદા બુમાબમ કરતા રહ્યા અને દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવની જાણ કરતા આસપાસના ગામ લોકો પણ દોડી આવ્યા હતા જોકે દીપડાના આંતકથી બાળકીને બચાવી શક્યા ન હતા.

આ બનાવ સોનરડી પ્લોટ વિસ્તારમાં બની હતી અને આ હુમલાને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો. અહીં દાદાને ધ્યાનની બહાર જ અચાનક જ દીપડો છલાંગ લગાવીને આવી દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને નાસી છૂટ્યો હતો. દાદાએ બુમાબમ કરી પરંતુ આ તો દીપડો હતો જેથી દાદાનું પણ કાંઈ ચાલ્યું ન હતું. આ બાળકી દીપડાના હુમલાને કારણે મોતને ભેટી હતી અને તેના મૃતદહેને તાત્કાલિક ધોરણે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવને લઈને મળતી માહિતી પ્રમાણે, દાદાનાં બાળકીને હાથમાં લઈને ચાલતા જતા હતા તે દરમિયાન અચાનક જ બાવળની કાંટમાંથી દીપડો આવી ચડ્યો હતો અને બાળકીને ઝૂંટવીને ભાગ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બુમાબુમ કરી હતી જોકે આ હુમલાને કારણે બાળકીનું મોત થઇ ચૂક્યું હતું.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે જિલ્લા પંચાયતના નવીન મકાનનું ઇ-ખાતમુહૂર્ત યોજાશે

ProudOfGujarat

ભાવનગરનાં ગારિયાધારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા 6 શખ્સ ઝડપાયા

ProudOfGujarat

નર્મદા નદી સહીત રાજ્યની નદીઓમાં જતું સુએજનું પાણી બંધ કરાવવા ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!