જુનાગઢ શહેરની વસ્તી જ્યારે 40,000 ની હતી ત્યારે એટલે કે 1936 ની સાલમાં નવાબી શાસન વખતે દાતારના ડુંગર નજીક બે પહાડીઓને જોડી બનાવવામાં આવેલો બિલ્ડીંગડન ડેમ આજે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે વરસાદી માહોલમાં ડેમની ચદર પડતી જોવા હજારો લોકો ઉમટી પડે છે આ ડેમ જેને બનાવ્યો એ મુખ્ય કોન્ટ્રાક્ટર વસ્તાભાઈ લાધાભાઈ ચાવડા માત્ર સાત ચોપડી જ ભણેલા હતા તેના ઉપર રાવ સાહેબ ઠાકરશી અને રાવબહાદુર ગાંધી એન્જિનિયર હતા. વસતાભાઈએ નવાબને ચેલેન્જ આપી હતી કે જળાશયની મજબૂતાઈ ચકાસવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ડેમ સાઈટ ઉપર જઈને 7 તોપ દ્વારા તેના ઉપર ગોળા ઝિકવામાં આવે જો કાંકરી પણ ખરે તો ડેમને તોડી નાખવાનો ખર્ચ પણ કોન્ટ્રાક્ટરે આપવાનો આ પછી મજબૂતાઈ ચકાસવા માટે ડેમના મુખ્ય ભાગ ઉપર નવા બે ખરેખર તોપના 7 ગોળા ઝિંકયા છતાં કાંકરી ખરી નહીં આથી લોકોને હાશકારો થયો અને નવાબ દ્વારા બંને કોન્ટ્રાક્ટર અને ઈજનેરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ડેમ બનાવવા પાછળ ₹8,00,000 એટલે કે 5.5 મહિનાની આવક જળાશય બનાવવા પાછળ ખર્ચી નાખવામાં આવી હતી. માત્ર 40,000 ની વસ્તીને પાણી મળી રહે તે માટે બનાવવામાં આવ્યો હતો આ ડેમ આજે એક લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડે છે
જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ.
Advertisement