Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૂનાગઢમાં રાતે ખાનગી કોલેજની બસમાં આગ ભભૂક્તા અફરાતફરી મચી.

Share

જૂનાગઢમાં મોડી રાતે દાતાર રોડ ઉપર સર્વિસ માટે આવેલ કોલેજની એક બસમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસના લોકો અને ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જુનાગઢ શહેરમાં દાતારોડ થી ગિરનાર દરવાજા તરફ જતા રોડ પર આવેલ ખોડીયાર સર્વિસ સ્ટેશનમાં સર્વિસ માટે આવેલી એક કોલેજની બસમાં કોઈપણ કારણોસર અચાનક જ આગ લાગી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી ત્યારે આસપાસના રહીશો અને નજીકના લોકોએ આગ વધુ ન પ્રસરે તે માટે સર્વિસ સ્ટેશનનો ગેઈટ ખોલીને અંદર પહોંચ્યા અને નજીકમાં જ આવેલ ફાયર સ્ટાફ ની બે ટીમ દ્વારા આગને કાબુમાં લેવા કામગીરી શરૂ કરી હતી. ઘટનાને લઈને દાતાર રોડથી ગિરનાર રોડ સુધી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી હતી સદનસીબે અન્ય કોઈ બિલ્ડીંગ કે અન્ય કોઈ વાહનમાં આગ નથી લાગી કે કોઈને જાનહાનિ થયેલ નથી

Advertisement

Share

Related posts

વલસાડમાં જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગના ત્રીજા માળનો સ્લેબ તૂટતા ભાગદોડ.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ પાસે બે ગાયો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામતા તંત્ર ઉપર સવાલ ઉઠ્યા..

ProudOfGujarat

દાહોદના નેશનલ હાઈવે 47 પર આવેલ બાલાજી હોટલ ના પગથિયા તૂટી પડતા 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!