Proud of Gujarat
FeaturedGujaratINDIA

સૌરાષ્ટ્રમાં જુનાગઢ ખાતે પાકિસ્તાનની મહિલાએ પરીવાર સાથે કર્યું પ્રથમ વખત મતદાન.

Share

સૌરાષ્ટ્રમાં જુનાગઢ ખાતે મૂળ પાકિસ્તાનની મહિલાએ પરીવાર સાથે મતદાન કર્યું હતું. જેઓ 4 વર્ષથી અહીં રહી રહ્યા છે. હેમાબેન આહુજા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનને લઈને આજે સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં 19 જિલ્લાઓમાં મતદાન થયું હતું.

જૂનાગઢમાં પાકિસ્તાની મૂળની મહિલા કે જેઓ હવે ભારતના નાગરીક છે તેમને પોતાનો કિંમતી મત આપ્યો હતો. 4 વર્ષથી તેઓ ગુજરાતમાં સ્થાયી છે. મતદાન મથકો પર લોકશાહીના દિવસે કોઈ વરરાજા લગ્ન મંડપથી અહીં પહોંચી રહ્યા છે તો કોઈ શતાયુ ઉંમરના વડીલો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મતદારોના વિવિધ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની મૂળની મહિલાએ પોતાનો મત આપ્યો છે.

Advertisement

જૂનાગઢમાં પાકિસ્તાની મૂળની મહિલા હેમાબેન મૂળ પાકિસ્તાનના મીરપુરખાસના છે. તેઓ ચાર વર્ષ પહેલા લગ્ન કરીને ગુજરાત શિફ્ટ થયા હતા. તેમણે ચાર વર્ષ બાદ ભારતીય નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત મતદાન કર્યું છે. તેઓએ સામાજિક રીતે લગ્ન કર્યા. આ સાથે હેમાબેને જણાવ્યું કે PM મોદી સાહેબે નિયમો બનાવ્યા અને સામાન્ય પ્રક્રિયા બાદ તે અંતર્ગત નાગરિકતા મળી રહી છે આ નાગરિકતા મેળવ્યા બાદ આજે મતદાન કર્યું હતું. તેમણે પીએમ મોદીનો પણ આભાર માન્યો હતો. તેમણે દરેકને મતદાન કરવા અપીલ કરી હતી. ખાસ કરીને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનના હિંદુ નાગરીકોને નાગરીકતા કેટલાક નિયમો હેઠળ આપવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પ્રમાણે આ નાગરીકતો મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે તેમાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો માટે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. આ ચૂંટણીઓની મતગણતરીના પરિણામો તારીખ 8 મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચનું પાંજરાપોળ હાઉસફુલ.નવા અબોલ પશુ માટે નો એન્ટ્રી.જીવદયા પ્રેમીઓમાં નારાજગી…

ProudOfGujarat

પાલેજ-કરજણ ખાતે સી.સી.આઈ સેન્ટર ઉપર કપાસની મબલખ આવક થતાં ૩૦૦ ટ્રેક્ટરો લઈ ખેડૂતો વેચાણ માટે આવ્યા.

ProudOfGujarat

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે વિરોધ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!