Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢના ચોરવાડ નજીક પોરબંદર રોડ પર પેટ્રોલ પંપના લોકર તોડી ચોરી કરી ઇસમો ફરાર.

Share

જુનાગઢ જિલ્લાના ચોરવાડ નજીક પોરબંદર રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં લોકરને તોડીને બે અજાણ્યા શખ્સોએ 21,000 થી વધુને રોકડ ચોરી ગયા હતા, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં બે અજાણ્યા શખ્સો જોવા મળી રહ્યા છે. ચોરવાડમાં રહેતા ધવલભાઇ વીરાભાઇ શામળાનો પોરબંદર રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે ગત રાત્રીના કોઈ અજાણ્યા બે શખ્સો એ આવી ઓફિસની અંદર ઘૂસી લાકડાના લોકરને તોડી તેમાંથી 21200 ચોરી ગયા હતા. આજે સવારે કર્મચારીઓએ ઓફિસનો દરવાજો અને લોકર ખુલ્લા જોતા તેમાંથી રોકડ ગાયબ હતી. આ અંગે જાણ થતાં ધવલભાઈ એ આવી સીસીટીવી કેમેરામાં તપાસ કરતા કેમેરામાં બે અજાણ્યા શખ્સો જોવા મળ્યા હતા. આ અંગે ધવલભાઇએ ફરિયાદ કરતા ચોરવાડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ વધુ એકવાર પેટ્રોલ પંપમાં લોકરમાંથી રોકડની ચોરી કરી બે અજાણ્યા ઇસમો નાસી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની પી.પી. સવાણી સ્કૂલ(સી.બી.એસ.ઈ), ગાડૅન સીટી ખાતે સીનીયર કે.જી ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદના વેક્સિન કેન્દ્રો પર સ્ટોક ખાલી, 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 12 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1243 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!