Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢમાં મોબાઇલની નકામી 120 જેટલી બેટરીઓનો ઉપયોગ કરી બનાવી લીવરવાળી અનોખી સાયકલ.

Share

જુનાગઢ જીઆઇડીસી માં એસી રીપેરીંગ કરતા કમલેશભાઈ સુરેલીયા એ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. આ વેસ્ટ વસ્તુ છે જુના મોબાઇલની 120 જેટલી બેટરી એકત્ર કરી તેના પાવર વડે ચાલતી લીવરવાળી સાયકલ બનાવી છે. આ સાયકલ પેડલ મારવાને બદલે લીવરથી ચાલે છે બાઈકની જેમ જ લીવર દેવાથી સાયકલની સ્પીડ વધે છે પેન્ડલ મારવામાંથી મુક્તિ મળે છે. જૂનાગઢના આ કારીગરની સાયકલ જોવા માટે અનેક મેકેનિકલ એન્જિનિયરો પણ આવી ગયા છે હવે બજારમાં ઇલેક્ટ્રીક બાઈક તો મળી રહ્યા છે જેમાં લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આવી બેટરીઓ ફાટવાની ઘણી ઘટનાઓ બની રહી છે પરંતુ કમલેશભાઈ જે મોબાઈલ બંધ થઈ ગયા તે મોબાઇલની 120 જેટલી બેટરી એકત્ર કરી તેમાંથી એક બેટરી બનાવી આ બેટરી મારફત સાયકલ ચલાવી રહ્યા છે. આ સાયકલ 30 કી.મી ની પ્રતિ કલાક ઝડપે ચાલે છે અને એકવાર ચાર્જ કર્યા બાદ 18 થી 20 કિલોમીટર ચાલે છે આ બેટરી ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રીક પાવરનો ઉપયોગ કરવાને બદલે તેઓએ સોલાર સિસ્ટમ પણ લગાવી છે અને સોલાર વડે બેટરી ચાર્જ થાય છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતનાં વેરા પર તાલુકા પંચાયત કર નાંખવાના મુદ્દે વિશેષ ચર્ચા થઈ.

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા પ્રોપર્ટીનાં ટેકસની હાર્ડ રિકવરી શરૂ : ૫૪ મિલકતો પર નોટીસ ફટકારી

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ સર્કલ પર પડોશી ચાઈનીઝનું પાર્સલ લેવા જતા એકટીવા ચોરાઈ ગઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!